‘વિજય’ના વધામણાં

  • February 24, 2021 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપની જીતના શિલ્પી આજે સાંજે રાજકોટમાં: બહુમાળી ભવન ખાતે વિજયસભા: કીધું તેના કરતાં સવાયુ કરીને આપ્નાર પ્રજા વત્સલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિકાસકામનો બદલો પ્રજાએ ડબલ કરી આપી દીધો: પાણી, બ્રિજ, આવાસ યોજના જેવા કામ ઉપરાંત લાંબાગાળાના આયોજનમાં એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, મેડિકલ ડિવાઈસ પાર્ક જેવા પ્રોજેકટો પ્રજાને સ્પર્શી ગયા


કોઈપણ વ્યક્તિને પક્ષના વિજયમાં અનેક બાબતો કામ કરતી હોય છે. ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કરાયેલા પરિણામમાં ભાજપ્ને ફરી સત્તાના સુત્રો પ્રજાએ સોંપ્યા છે પરંતુ 72માંથી 68 બેઠક મતદારોએ ભાજપ્ને આપીને આ વિજયને ઐતિહાસિક બનાવી દીધો છે અને તેમાં સૌથી વધુ પ્રભાવક ‘વિજય ફેકટર’ બની રહ્યું છે તેમ રાજકીય નિરીક્ષકો જણાવી રહ્યા છે. ભાજપના ભવ્ય વિજયના શિલ્પી વિજયભાઈ રૂપાણી આજે પ્રજાનો આભાર માનવા સાંજે રાજકોટ આવી રહ્યા છે અને બહુમાળી ભવન ચોકમાં જાહેર સભા યોજવામાં આવી છે.


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે રાજકોટના રાજકારણમાં હતા ત્યારે નવા વિસ્તારો ભેળવીને ત્યાં સુવિધા આપવા, પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ 10-20 વર્ષના રાજકોટને ધ્યાનમાં રાખીને વિકાસકામો કરવા જેવી બાબતો સ્વાભાવિક હતી અને તેમણે પોતાની આ સીસ્ટમ મુખ્યમંત્રી બન્યા પછી વધુ અસરકારક રીતે ચાલુ રાખી છે. રાજકોટ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ભાજપનું શાસન હોવાના કારણે વિકાસની આ ગતિ અનેકગણી ઝડપી બની ગઈ છે. રાજકોટમાં ટ્રાફિકના પ્રશ્ર્નોના નિરાકરણ માટે સંખ્યાબંધ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને બની રહ્યા છે. ગુનાખોરીને કાબુમાં લેવા માટે આઈ-વે પ્રોજેકટ હાથ ધરાયો છે. પીવાના પાણીની સમસ્યાનો અપવાદપ વર્ષોને બાદ કરતાં લગભગ કાયમી ધોરણે તકલીફ ભોગવતી રાજકોટની પ્રજાને તેમાંથી છૂટકારો અપાવ્યો છે અને આગામી દિવસોમાં 24 કલાક રૂપાણી મળી રહે તેવા આયોજનના ભાગપે ત્રણ વોર્ડમાં ટેસ્ટિંગ પણ ચાલુ કરી દેવાયું છે. પ્રાથમિક સુવિધાના આવા કામોની સાથોસાથ આગામી એક-બે દાયકા પછીના રાજકોટના વિકાસ માટે ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, મેડિકલ ડિવાઈસ પાર્ક, એઈમ્સ, એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીનો પ્લાન્ટ, બસ પોટ જેવા અનેક પ્રોજેકટ રાજકોટને આપ્યા છે અને તેના કારણે આગામી વર્ષોમાં રાજકોટનો વિકાસ વધુ ઝડપી બનશે.

 


આવી જ રીતે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં પણ પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. રેવન્યુના સંખ્યાબંધ કાયદાઓ સુધારવામાં આવ્યા છે. ટાઉન પ્લાનિંગ સ્કિમને ફટાફટ મંજૂરી મળી રહી છે. સૂચિત સોસાયટીમાં રહેતા રહેણાંકના મકાનો કાયદેસર કરી આપવામાં આવ્યા છે. ભૂ-માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ વધુ ધારદાર બનાવાયો છે. આવા તમામ પગલાંઓ ભાજપ્ના ભવ્ય વિજયમાં કારણભૂત ગણવામાં આવી રહ્યા છે અને તેની પાછળનું ભેજુ એકમાત્ર મુખ્યમંત્રી વિજયભાઈ પાણીનું કામે લાગ્યું છે.
રાજકીય સર્વેમાં ખૂલવા પામેલી ચોંકાવનારી વિગતોમાં મતદારો એવી વાત કરી રહ્યા હતા કે, કોંગ્રેસને મત આપીને ફાયદો શું ? સત્તાસ્થાને બેસાડયા બાદ પદ માટેની ખેંચતાણ વધી જશે અને રાજકોટને શું નવું મળશે તેવું કોઈ વિઝન કોંગ્રેસમાં દેખાતું નથી. ઉપરથી નીચે સુધી ભાજપ્નું શાસન હોવાથી રાજકોટમાં ભાજપ્ને ખોબલે ને ધોબલે મતદારોએ મત આપ્યા છે. વિજયભાઈ પાણીએ ચૂંટણી દરમિયાન અનેક વચનો પ્રજાને આપ્યા છે. આવા વચનોનું પાલન કરવાની સાથોસાથ સવાયુ કરીને પ્રજાને આપ્યું છે ત્યારે આ ચૂંટણીમાં પ્રજાએ તેને દોઢગણું કે ડબલ કરીને તેનામાં વધુ એક વખત વિશ્ર્વાસ મુકયો છે.

 


પોતે થોડા દિવસ પહેલાં જ કોરોના સંક્રમિત હતા આમ છતાં રાજકોટની પ્રજાએ જે ભરપુર પ્રેમ આપ્યો છે તેનો પ્રેસનોટ કે મીડિયામાં જાહેરાત કરીને આભાર માની બેસી રહેવાના બદલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બ રાજકોટ આવી પહોંચ્યા હતા અને પ્રજાનો હૃદયના ઉંડાણથી આભાર માન્યો હતો. રાજા રજવાડાના વખતમાં સારા રાજવીને પ્રજા વત્સલ રાજવી કહેવામાં આવતા હતા. હાલ મુખ્યમંત્રી વિજયભાઈ પાણીની રાજકોટમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં ઓળખ પ્રજા વત્સલ મુખ્યમંત્રી તરીકેની બની ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS