કોરોનાને કારણે કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણી મોકૂફ

  • May 11, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાને કારણે ફરી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી મોકૂફ રાખવાનોે નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની પરિસ્થિતિ સુધરે ત્યાર બાદ અધ્યક્ષપદની ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં કોંગ્રેસની કાર્યસમિતિએ આ પહેલા 23 જૂને કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ કર્યો હતો. જોકે, પક્ષના ટોચના નેતાઓને એમ લાગ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે આ ચૂંટણી યોજવાનો સમય યોગ્ય નથી.

 


રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે હાલમાં દેશમાં કોરોનાની પરિસ્થિતિ જોઇને અધ્યક્ષપદની ચૂંટણી યોજવાનો સમય યોગ્ય નથી. તેમની વાતનું પક્ષના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સમર્થન કર્યું હતું.

 


પક્ષના અધ્યક્ષપદની ચૂંટણી વિશે માગણી કરનારા 23 નેતાના જૂથમાં આઝાદ પણ સામેલ હતા. મધુસૂદન મિસ્ત્રીએ અગાઉ 23 જૂને ચૂંટણી યોજવાની અને 24 જૂને મતગણતરીની વાત કરી હતી. 22 જાન્યુઆરીએ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસના પ્રમુખ ચૂંટવાની પ્રક્રિયા જૂનના અંત સુધીમાં પૂરી થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS