ગાંધીનગરની ચૂંટણી લડવાના આમ આદમી પાર્ટીના નિર્ણયથી કોંગ્રેસનો ડર વધ્યો

  • March 25, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકાની ત્રીજી ચૂંટણીમાં કોંગ્રેસની જીતવાની શક્યતા નહીંવત બનતાં 11 વોર્ડ માટે 22 ધારાસભ્યોને જવાબદારી સોંપીગુજરાતના પાટનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસને કઠીન સ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે, કારણ કે આ વખતે મોટાપાયે તમામ 44 બેઠકો પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉભા રાખશે, જે ભાજપ તો ઠીક પરંતુ કોંગ્રેસને વધારે નુકશાન કરશે.

 


ગુજરાતમાં ગાંધીનગર એક એવું શહેર છે કે જ્યાં ભાજપ્ને વિજય મળતો નથી. મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, કોંગ્રેસને વિજય મળે છે અને સત્તામાં આવે છે પરંતુ કોંગ્રેસે ક્યારેય સત્તા ટકાવી રાખી નથી. અંદરો અંદરના વિખવાદના કારણે મેળવેલી સત્તા કોંગ્રેસે હંમેશા ગુમાવી છે. પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને 18 અને ભાજપ્ને 15 બેઠકો મળી હતી.

 


મેયર પદના ઝઘડાના કારણે કોંગ્રેસે તે સમયે મહાનગરની સત્તા ગુમાવી હતી. ત્યારપછી 2015માં પણ પાર્ટીના વિખવાદના કારણે કોંગ્રેસ સત્તાથી દૂર રહી હતી. કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાઇ ગયા હતા અને ચૂંટણીના પરિણામમાં ટાઇ પડી હતી, કેમ કે બન્ને પાર્ટીને એક સરખી બેઠકો મળી હતી.

 


હવે 2021ના એપ્રિલ મહિનામાં મહાનગરની ત્રીજી ચૂંટણી આવી રહી છે ત્યારે મુખ્ય સ્પધર્િ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ ત્રિપાંખિયો જંગ થવાનો છે. આ મહાનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે શહેરના 11 વોર્ડ માટે 22 ધારાસભ્યોને મેદાને ઉતાયર્િ છે. આ મહાનગરમાં કુલ 44 બેઠકો છે. કોંગ્રેસ કોઇની સાથે ગઠબંધન કરવાના મૂડમાં નથી.

 


મહાનગરની ચૂંટણી જીતવા ભાજપે સ્ટેટેજી બનાવી છે જે પૈકી કોંગ્રેસના જીતી શકે તેવા ઉમેદવારોને ટિકીટ આપવા સાથે પાર્ટી નવા ચહેરાઓ સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે કોંગ્રેસે જ્ઞાતિવાદનું કાર્ડ ચલાવી તેના 12 ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. એક વોર્ડમાં બે ધારાસભ્યો ચૂંટણી જીતાડવાના કામમાં રહેશે.

 


ગાંધીનગરમાં 18મી એપ્રિલના રોજ ચૂંટણી થવાની છે અને તેનું પરિણામ 20મી એપ્રિલે જાહેર થશે. 11 વોર્ડ માટે ચૂંટણી પંચે પાંચ ચૂંટણી અધિકારી અને પાંચ મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. ગુજરાતમાં છ મહાનગરોની ચૂંટણી થઇ ત્યારે આમ આદમી પાર્ટીએ ઝૂકાવ્યું હતું. સુરતમાં તો આ પાર્ટીએ મેદાન માર્યું છે. સુરતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો વિજયી થઇને કાઉન્સિલરો બન્યાં છે. હવે ગાંધીનગરમાં પણ મુખ્ય વિરોધપક્ષ ભજવવા માટે આ પાર્ટી તૈયારી કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS