કોરોનાને પગલે સંસદનું મોનસૂન સત્ર ટુંકાવવા અથવા રદ કરવા શરૂ થતી વિચારણા

  • June 08, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના વાઈરસન મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે સંસદના મોનસૂન સત્રને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. કોરોના વાઈરસની મહામારીના પગલે હવે મોનસૂન સત્ર ખુબ જ નાનું રાખવાની ચર્ચા થઈ રહી છે.

 


સરકાર અને સંસદના અધિકારીઓ જુલાઈ માસમાં સંસદના મોનસૂન સત્રને ખુબ જ નાનું રાખવા અથવા તો તેને ઓગષ્ટ્ર–સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવાની સંભાવના વિશે વિચારણા કરી રહ્યા છે. આ મામલાથી પરિચિત અધિકારીઓએ પોતાનું નામ ગુ રાખવાની શરત સાથે મીડીયાને આ મુજબની માહિતી આપી છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા ત્રણ સંસદ સત્રોને કોરોના વાઈરસના પગલે ખુબ જ નાના કરી દેવાની ફરજ પડી હતી. શિયાળુ સત્રને તો બન્ને ગૃહોમાં રદ કરી દેવામાં આવ્યા હતા પરંતુ મોનસૂન સત્ર સામાન્ય રીતે જુલાઈ માસમાં આયોજીત કરવામાં આવે છે પરંતુ હવે તેના પર પણ શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.

 


અધિકારીઓએ એવી માહિતી આપી છે કે, બંધારણ મુજબ કોઈપણ સત્ર પાછલા છ મહિનાની અંદર શરૂ થવું જોઈએ માટે સરકાર પાસે મોનસૂન સત્ર બોલાવવા માટે અત્યારે ૨૪ સપ્ટેમ્બર સુધીનો સમય છે.

 


દરમિયાનમાં ભાજપના એક નેતાએ એવી માહિતી આપી છે કે, પાર્ટીએ અનૌપચારીત રૂપથી સંસદનું સત્ર નાનું રાખવા અંગે ચર્ચા કરી છે અને જુલાઈના પ્રારંભમાં જ કદાચ આ ટુંકુ સત્ર મળી શકે છે. કોરોના વાઈરસની અસર હળવી થઈ રહી છે અને કેસ ઘટી રહ્યા છે છતાં પણ થોડાક સમય માટે આપણે ઈન્તઝાર કરવો પડશે અને સ્થિતિની સમીક્ષા કરવી પડશે.

 


એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, મોનસૂનનું ટુંકુ સત્ર જુલાઈમાં બોલાવી શકાય છે જેથી સપ્ટેમ્બરમાં જો કોરોના વાઈરસની ત્રીજી લહેર આવે તો સંસદનું કામ ૧૫ દિવસ સુધી ચાલી ગયું હશે.

 


બીજીબાજુ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મીડીયા સાથેની વાતચીતમાં એવી માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે આગામી સંસદ સત્રમાં ડેટા પ્રોટેકશન બિલ આગળ વધારવાની તૈયારી કરી છે અને મોનસૂન સત્રમાં કદાચ આ બિલ રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS