દિલ્હીમાં આજથી લોકડાઉનનાં નિયંત્રણ હળવાં કરાશે

  • June 21, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીની સરકારે આજથી લોકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાનો નિર્ણય લીધો છે. કોવિડની બીજી લહેર બાદ સરકારે લોકડાઉનનાં લાદેલા નિયંત્રણ હળવાં કરવા સાથે આજથી બાર્સ, જાહેર પાકર્સ અને બગીચાઓ ખોલવાનો નિર્ણય જાહેર કર્યો હતો. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (ડીડીએમએ)એ પોતાના આદેશમાં રવિવારે જણાવ્યું હતું કે બાર્સ બપોરે 12 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી પચાસ ટકા બેઠક ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

 


કોવિડ સુરક્ષા માટેના પગલાં લેવાની અને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવાની જવાબદારી રેસ્ટોરન્ટ્સ અને બાર્સના માલિકની રહેશે. ડીડીએમએના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે જાહેર પાકર્સ અને બગીચાઓ તથા ગોલ્ફ ક્લબ્સ ખોલવામાં આવશે અને આઉટડોર યોગાસનો માટે પણ પરવાનગી આપવામાં આવી છે. જૂનની 28 તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી સિનેમા હોલ્સ, જિમ્સ, સ્પા વગેરે બંધ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS