ખાનગી જમીન પરનું બાબા સાહેબનું સ્ટેચ્યુ હટાવાતા ભારે વિવાદ: ચક્કાજામનો પ્રયાસ

  • June 15, 2021 08:37 PM 

શહેરના મવડી પોલીસ હેડ કવાર્ટર પાસે ગૌતમ પાર્ક નામે આવેલી ખાનગી જમીન પર રહેલા બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ ગઈકાલે અચાનક હટાવી લેવાયાના વિવાદમાં આજે દલિત સમુદાયના લોકોમાં વિરોધ ઉભર્યેા હતો. આજે ૧૫૦ ફટ રિંગ રોડ પર આંબેડકર ચોક નજીક કેટલાક ઈસમોએ ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. ગત રાત્રે જ મૂર્તિ હટાવવાના વિરોધમાં સ્થળ પર ગયેલા કેટલાક વ્યકિતઓને આંતરિક તકરાર પણ થઈ હતી અને તાલુકા પોલીસે ૧૩ સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગના ગુના હેઠળ કાર્યવાહી કરી હતી. કેટલાક ઈસમોએ મૂર્તિ હટાવવાના મામલે પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા. રાત્રે આંતરિક ડખ્ખા સાથે વાહનમાં તોડફોડની ઘટના પણ ઘટી હતી. પોલીસના વર્તુળોની વિગતો મુજબ ગૌતમપાર્ક નામે મફતિયાપરા વિસ્તાર તરીકે ઓળખાતી જમીન પર રહેતા પરિવારોને ખાનગી જમીન પરથી હટાવાયા હતા કે કોર્ટ કાનૂની હુકમ મુજબ કાર્યવાહી કરાઈ હતી. અગાઉ આ વિવાદીત જમીન પોલીસ પ્રોટેકશન સાથે ખાલી કરાવાઈ હતી ફરી ત્યાં મકાનો બની ગયા હતા અને બાબાસાહેબનું સ્ટેચ્યુ મુકાયું હતું.

 


ખાનગી જમીન પરના ગૌતમ પાર્ક નામે વસવાટ કરતા પરિવારોને થોડા દિવસથી હટાવવાની કાર્યવાહી કરાઈ હતી તાલુકા પોલીસનું પેટ્રોલિંગ પણ રખાયું હતું. દરમિયાનમાં ગતરોજ ઉપરોકત જગ્યા પર રખાયેલું ડો.આંબેડકરનું સ્ટેચ્યુ દૂર કરાતા દલિત સમાજના અગ્રણીઓ અને જગ્યા પર રહેનારા કે અન્ય રીતે સંકળાયેલા દલિત પરિવારોમાં રોષ ઉભર્યેા હતો. ગતરાત્રીના જ દલિત સમૂદાયના લોકો ગૌતમ પાર્ક ખાતે દોડી ગયા હતા અને ત્યાં પણ સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું.

 


ઘટના સ્થળે તાલુકા પોલીસ પણ દોડી હતી. હાજર ટોળાને વિખેરવા સમજાવવા પોલીસે પ્રયાસો કર્યા હતા. સ્થળ પરથી પોલીસે નિલેષ નારણભાઈ નગવાડિયા,જીતેન્દ્ર નારણભાઈ પરમાર, નીતિન બાલાભાઈ પરમાર, હિરેન આણંદભાઈ બેડવા, દિપક ધનજીભાઈ દાફડા, દિવ્યેશ કાંતિભાઈ ચાવડા, સતિષ ગુલાલભાઈ વાઘેલા, કેતન નીતિનભાઈ સાગરિયા, કાનજી મોહનભાઈ બાબરિયા, મનિષ છગનભાઈ મહિડા, સુનિલ રાજેશભાઈ દલસાણિયા, પરિમલ ત્રિભોવનદાસ સોલંક, અમિત વિનોદભાઈ દાફડા સામે સોશિયલ ડિસ્ટન્સ ભગં હેઠળ અટકાયત કરી તમામ સામે ગુનો નોંધ્યો હતો.

 


ત્યાં સ્થાનિકોએ પોલીસ સમક્ષ એવો કકળાટ કર્યેા હતો કે, અહીં લાંબા સમયથી રહીએ છીએ. જમીન ખાલી કરાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે. સમગ્ર ઘટનામાં એક એવી પણ વાત છે કે, જમીન પર રહેનારા પૈકીના કેટલાક મકાનો ખાલી કરવા કે જમીન પરથી ખસી જવા મોટી રકમો મેળવી લીધી અને અન્ય શ્રમિકોને ઓચી રકમ અપાવતા આંતરિક વિવાદ પણ ઉદભવ્યો હતો.

 


ટાયરો સળગાવાયા, વિરોધ સંદર્ભે માલવિયાનગર પીઆઈ ભુક્કડનો સંપર્ક સાધતા તેમના કહેવા મુજબ બનાવ સ્થળે પોલીસ પહોંચી ત્યારે સળગેલા આવા ટાયરો કે કશું મળ્યું નથી? ટાયરો કોણે સળગાવ્યા? કયા કારણોસર સળગાવ્યા એ અંગે કાંઈ જાણવા મળ્યું નથી.

 


જયારે ગૌતમ પાર્ક પર ગતરાત્રીના એકઠા થયેલા ટોળા સ્ટેચ્યુ હટાવાયું, પોલીસે કરેલા કેસ અને સ્થાનિકો પૈકીનાઓ દ્રારા પોલીસ તેમજ અન્યો પર થઈ રહેલા આક્ષેપો મુદે સત્ય શું? તે જાણવા તપાસનીય પીએસઆઈ એન.ડી.ડામોરનો સંપર્ક સાધતા તેમનો ફોન સતત નો રિપ્લાય થયો હતો. જયારે પીઆઈ જે.વી.ધોળાનો ફોન અરજણભાઈ નામના પોલીસમેને રિસીવ કરી સાહેબ મિટીંગમાં છે પછી ફોન કરવું નો ઉતર વાળ્યો હતો.

 

સ્ટેચ્યુ હટાવવાનું શૂટિંગ કરનાર વ્યકિતની કારમાં કરાઈ તોડફોડ
પેડક રોડ પર ગ્રામલમી સોસાયટીમાં રહેતા કરશનભાઈ ભીખાભાઈ રાઠોડે મગન ચતુર જાદવ નામના શખસ સામે ગત મોડી રાત્રે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેમાં એવો આરોપ મુકાયો છે કે, પો ગૌતમ પાર્ક બાબા સાહેબનું સ્ટેચ્યુ કોઈ હટાવતા હોવાના સમાચાર મળતા પોતાના કેમેરામેન સાથે સ્થળ પર રિપોટિગ, શૂટિંગ માટે ગયો હતો. સ્ટેચ્યુ હટાવતા હતા તેવું શૂટિંગ લઈ રહ્યા હતા ત્યારે મગન જાદવ નામના શખસે અન્યો સાથે મળી પોતાની કારમાં તોડફોડ કરી ૭૦ હજારનું નુકસાન પહોંચાડયું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS