કોરોના વાયરસનું ભારતમાં બીજું સ્ટેજ, ત્રીજા સ્ટેજ સુધી પહોંચતા લોકો અટકાવી શકે છે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કેન્દ્ર અને રાજ્ય સરકાર જીવલેણ કોરોના વાયરસ સામેલ લડવા અને રક્ષણ કરવા માટે તૈયારીઓ કરી રહી છે, પરંતુ કોરોના વાયરસને લોકોના સહકાર વિના હરાવી શકાશે નહીં. કોરોના વાયરસનું હાલમાં ભારતમાં બીજું સ્ટેજ છે. જો આ વાયરસ ત્રીજા સ્ટેજમાં પહોંચી જશે તો પરિસ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે. બીજા સ્ટેજથી  જ કોરોનાને અટકાવવા માટે જરુરી છે કે લોકો સતર્ક થાય અને ભીડ એકઠી કરવાનું ટાળે. 

 

ડબ્લ્યુએચઓનાં પ્રાદેશિક નિયામક ડો.પૂનમએ કોરોના વાયરસના સંક્રમણ અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યાનુસાર વાયરસનું પહેલા સ્ટેજમાં કોરોના વાયરસથી સંક્રમિત એવા લોકો હતા જે ચીન કે ઇટલીથી આવ્યા છે. બીજો તબક્કો એ છે કે આ લોકો દ્વારા ચેપ ફેલાવા લાગે. ભારતમાં હાલ આ સ્થિતિ છે. જેમાં વિદેશથી આવેલા લોકોમાં ચેપ જોવા મળે છે અને તેના કારણે કેટલાક લોકો પણ સંક્રમિત થયા છે. 

 

હવે જો કોરોના વાયરસનું ત્રીજું સ્ટેજ આવે તો વાયરસ મોટા સમુદાયમાં ફેલાય છે અને તેનો વ્યાપ એટલો વધી જાય છે તેને રોકવું મુશ્કેલ થઈ જાય છે. ચીન અને ઈટલીમાં પ્રથમ બે તબક્કામાં લોકોએ આ વાતને ગંભીરતાથી ન લધી એટલા માટે સ્થિતિ ગંભીર બની છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS