કોરોના એલર્ટ: ફલૂ જેવા લક્ષણો ધરાવતી વ્યક્તિ જોવા મળે તો મનપામાં જાણ કરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા કોરોના વાઇરસ સંક્રમણ સામેના સાવચેતીના ભાગ રૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે શહેરના વિવિધ વેલ્ફેર એસોસિએશન, સ્વૈચ્છિક સંગઠનો અને મંડળો પાસે સહયોગની અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સેવાકીય સંસ્થાઓ પોતાના કાર્યક્ષેત્રમાં જ્યાં ક્યાંય પણ ફ્લૂના લક્ષણો ધરાવતી વ્યક્તિ જોવા મળે તો તુરત જ રાજ્યની કોરોના હેલ્પલાઇન નં.૧૦૪ ઉપર આવી વ્યક્તિની માહિતી આપી આ રોગચાળાને અટકાવવામાં સહયોગ પ્રદાન કરે તેવી નમ્ર અપીલ છે. આ ઉપરાંત રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખામાં પણ જાણ કરવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS