દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, એક જ દિવસમાં 1.15 લાખ નવા કેસ: 630ના મોત

  • April 07, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે ઝડપથી દેશમાં વકરી રહ્યો છે તે જોતા સ્થિતિ હવે કાબૂ બહાર લાગી રહી છે


કોરોનાજે ઝડપથી દેશમાં વકરી રહ્યો છે તે જોતા સ્થિતિ હવે કાબૂ બહાર લાગી રહી છે. કેન્દ્ર સરકાર માટે કોરોનાના કેસોમાં જોવા મળી રહેલો ભયંકર વધારો મોટો પડકાર બન્યો છે. કોરોનાએ આજે તો દેશમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,28,01,785 પર પહોંચી છે. 630 લોકોના મોત પણ થયા છે.

 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,28,01,785 પર પહોંચી છે. જેમાંથી 1,17,92,135 લોકો રિકવર થયા છે. જ્યારે 8,43,473 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ભારત હવે એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. એક વિશ્લેષણ મુજબ કોવિડ-19ની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે. દેશમાં એક જ દિવસમાં 630 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,66,177 પર પહોંચ્યો છે. આ બધા વચ્ચે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કુલ 8,70,77,474 લોકોને રસી આપવામાં આવી છે.

 


ભારતમાં કોરોના વાયરસ નું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને મંગળવારે એ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે કોવિડ-19ના નવા  કેસમાં અચાનક વૃદ્ધિ થવાના કારણોની પણ જાણકારી આપી.
બેઠક દરમિયાન ડો. હર્ષવર્ધને કોવિડ-19ના વધતા કેસ માટે મોટા મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ખેડૂત આંદોલન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું એ સૌથી મોટું કારણ ગણાવ્યું. બેઠકમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કણર્ટિક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી સામેલ હતા. ડો.હર્ષવર્ધને સ્પષ્ટપણે કહ્યું કે દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને આ 11 રાજ્યોમાં અચાનક કેસમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દીધુ.

 


ડોક્ટર હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે એવું લાગે છે કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને ’તિલાંજલી’ આપી છે. ન તો લોકો માસ્ક પહેરે છે, ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે અને ન તો ભીડમાં કમી છે, જેના કારણે કોરોના વાયરસના નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે ’ગત વર્ષે આપણી પાસે રસી પણ નહતી અને તમામ નિયમોનું પાલન પણ કરાયું હતું જેના કારણે કેસ ઓછા થયા હતા.’

 


ડો.હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે કોરોના વાયરસથી ઠીક થવાનો દર 92.38 ટકા છે. દેશમાં વધતા કેસ છતાં મૃત્યુદર 1.30 ટકા પર છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટ 20 ટકા અને ગ્રોથ રેટ 8 ટકા છે. જ્યારે 80 ટકા યુકે વેરિએન્ટ પંજાબમાં મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કણર્ટિક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, અને પંજાબમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં સામે આવનારા કેસમાંથી 81.90 ટકા કેસ આ રાજ્યોમાંથી સામે આવ્યા છે.

 

 

દેશમાં પ્રથમવાર બે દિવસમાં એકટીવ કેસ વધીને એક લાખ થયા
દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર તરખાટ મચાવી રહી છે અને નવા કેસમાં રોજ નવા રેકોર્ડ થઈ રહ્યા છે તેવી ચિંતાજનક હાલત થઈ ગઈ છે ત્યારે દેશમાં ફક્ત 2 દિવસ માં એક્ટિવ કેસ વધીને એક લાખ થઈ ગયા છે. એટલે કે સાત લાખથી વધીને 8 લાખ સુધી આંકડો પહોંચી ગયો છે.અને ચિંતા વધી ગઈ છે. મંગળવારના દિવસે સક્રિય કેસ 54 હજાર જેટલા વધી ગયા હતા અને તે પહેલા 1લાખ એક્ટિવ કેસ ત્રણ દિવસમાં વધી ગયા હતા. દેશમાં ચાલી રહેલી કોરોના ની બીજી લહેર દરમિયાન આવું બીજીવાર બન્યું છે કે ફક્ત ત્રણ દિવસમાં એક લાખ જેટલા એક્ટિવ કેસ વધી ગયા હોય. દેશમાં રસીકરણ પૂરતા પ્રમાણમાં થયું હોવા છતાં એક્ટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS