દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં નોંધાયા 1.65 લાખ કેસ, 3460 દર્દીના મોત

  • May 30, 2021 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના વાયરસની ગતિ હવે દેશમાં ઓછી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી  ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થતો નોંધાઈ રહ્યો છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,65,553 કેસ નોંધાયા છે. જો કે 24 કલાકમાં 3460 લોકોનાં મોત નીપજ્યાં છે જે ચિંતાજનક આંકડો છે. 

 

 

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સ્વસ્થ થયા પછી 2,76,309 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રવિવારે ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 2,78,94,800 પર પહોંચી ગઈ છે. દેશમાં કુલ 3,25,972 મોત થયા છે. આ સાથે, કુલ 2,54,54,320 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે અને હોસ્પિટલોથી ઘરે ગયા છે.

 

 

મળતી માહિતી મુજબ ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 21,14,508 છે. બીજી તરફ જો આપણે દેશમાં ચાલી રહેલા રસીકરણની વાત કરીએ તો  દેશમાં અત્યાર સુધી 21,20,66,614 ડોઝ રસી આપવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021