કોરોનાએ લોકડાઉનની વરસી ઉજવી: દેશમાં 53476 કેસ

  • March 25, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં 5 મહિના પહેલા જેવી સ્થિતિ: એક્ટિવ કેસનો આંકડો 4 લાખની એકદમ નજીક પહોંચ્યો: 24 કલાકમાં 251 દર્દીઓ મોતને ભેટ્યાભારતમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસના આંકડાએ 5 મહિના જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દેશમાં 53,476 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા દેશમાં 23 ઓક્ટોબરના રોજ 54,350 કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. કોરોનાના કેસનો ગ્રાફ ઊંચો જવાની સાથે ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગતવર્ષે કોરોનાનું સંક્રમણ વધતા આજના દિવસે સરકારે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યુ હતુ અને આજે કોરોના વરસી ઉજવતો હોય તે રીતે તાંડવ મચાવી રહ્યો છે.

 


જોકે, ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયામાં નવેમ્બરમાં આવેલી પહેલી લહેર પહેલા કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન 17 નવેમ્બરે સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ તારીખે એક દિવસમાં નોંધાતા કોરોનાના કેસ એક લાખથી માત્ર 2000 જેટલા કેસ દૂર રહ્યા હતા.

 


ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કારણે 251 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, બુધવારે દેશમાં કોરોનાના કારણે 248 લોકોના જીવ ગયા છે. જોકે, મંગળવારે નોંધાયેલા 276 કરતા પાછલા 24 કલાકનો આંકડો નીચો રહ્યો છે. 23 ઓક્ટોબરે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા ત્યારે એક દિવસમાં નોંધાયા મૃત્યુ 1000ને પાર થયા હતા. જ્યારે 24 માર્ચે એક દિવસના મૃત્યુઆંક 665 પર પહોંચ્યા હતા. 23 ઓક્ટોબરના રોજ એક્ટિવ કેસનો આંકડો 6,86,792 પર પહોંચ્યો હતો, પરંતુ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ઝડપથી તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. હાલ નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી એક્ટિવ કેસનો આંકડો 24 માર્ચના રોજ 3,96,889 પર પહોંચી ગયો છે. પાછલા 6 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં એક લાખ જેટલો વધારો થયો છે.

 


મંગળવારે દેશમાં 47,281 નવા કેસ નોંધાયા હતા જેની સામે બુધવારે 6000 જેટલા વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે 31,855 કોરોના પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મુંબઈમાં એક દિવસમાં નોંધાતા કેસનો આંકડો વધીને બુધવારે 5,190 પર પહોંચી ગયો છે, એટલે કે શહેરમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો રેકોર્ડ તૂટી ગયો છે, આ પહેલા મંગળવારે અહીં 3,514 કેસ નોંધાયા હતા. દેશના કુલ એક્ટિવ કેસમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2.5 લાખ છે. સારી બાબત એ છે કે મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે 134 લોકોએ જીવ ગુમાવ્યો હતો જેમાં બુધવારે ઘટાડો થઈને આંકડો 95 પર પહોંચ્યો છે.

 


મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કેસને ડામવા માટે પગલા ભરવામાં આવ્યા છે. જેમાં મુંબઈમાં આવનારા લોકોની સઘન તપાસ કરાઈ રહી છે, આ સાથે પ્રખ્યાત જૂહુ બીચને આગામી કેટલાક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સાથે લોકોની અવર-જવર પર કાબૂ મેળવવા માટે ઈમર્જન્સી જરુરિયાત ના હોય તેવી દુકાનોને 7 વાગ્યા પછી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 


બુધવારે ગુજરાતમાં પણ સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે. દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત 19 રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશો છે કે જ્યાં જાન્યુઆરીથી કે તે પહેલા નોંધાયેલા કોરોના કેસનો રેકોર્ડ તૂટી રહ્યો છે. જેમાં કણર્ટિકા (2,298 કેસ, 11 નવેમ્બર પછી સૌથી વધુ), આંધ્રપ્રદેશ (585 કેસ, 9 ડિસેમ્બર પછી સૌથી વધુ), તામિલનાડુ (1,636 કેસ, 22 નવેમ્બર પછી સૌથી વધુ), દિલ્હી (1,254 કેસ, 18 ડિસેમ્બર પછી સૌથી વધુ), ઉત્તરપ્રદેશ (737 કેસ, 8 જાન્યુઆરી પછી સૌથી વધુ), પશ્ચિમ બંગાળ (462 કેસ, 17 જાન્યુઆરી પછી સૌથી વધુ), ઓડિશા (170, 17 જાન્યુઆરી પછી સૌથી વધુ), રાજસ્થાન (669 કેસ, 31 ડિસેમ્બર પછી સૌથી વધુ), છત્તીસગઢ (2,106, 21 નવેમ્બર પછી સૌથી વધુ), તેલંગાણા (431 કેસ, 1 જાન્યુઆરી પછી સૌથી વધુ), હરિયાણા (981 કેસ, 14 ડિસેમ્બર પછી સૌથી વધુ), બિહાર (170 કેસ, 20 જાન્યુઆરી પછી સૌથી વધુ), મધ્યપ્રદેશ (1,712 કેસ, 25 નવેમ્બર પછી સૌથી વધુ), જમ્મુ-કાશ્મીર (195 કેસ, 2 જાન્યુઆરી પછી સૌથી વધુ), ઝારખંડ (194 કેસ, 9 જાન્યુઆરી પછી સૌથી વધુ), ઉત્તરાખંડ (200 કેસ, 16 જાન્યુઆરી પછી સૌથી વધુ), હિમાચલપ્રદેશ (266 કેસ, 25 ડિસેમ્બર પછી સૌથી વધુ), પોંડિચેરી (125 કેસ, 6 નવેમ્બર પછી સૌથી વધુ) અને ચંદીગઢ (249 કેસ, 20 સપ્ટેમ્બર પછી સૌથી વધુ)નો સમાવેશ થાય છે.

 


હંગેરીમાં દુનિયાની પ્રથમ ત્રીજી લહેર: રોજ હજારો કેસ
દુનિયાભરમાં અને ખાસ કરીને યુરોપમાં કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક પ ધારણ કરી ચૂકી છે અને હંગેરીમાં દુનિયાની પ્રથમવાર ત્રીજી લહેર શ થઈ હોવાનું સત્તાવાર અહેવાલોમાં જાહેર થયું છે. હંગેરીમાં ઠેર-ઠેર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે. મૃત્યુનો દર પણ ઉંચો રહ્યો છે અને હંગેરીમાં લોકડાઉનની વિચારણા ચાલી રહી છે. દુનિયામાં પ્રથમવાર હંગેરીમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શ થતા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ ચિંતા દશર્વિી છે. હંગેરીના અનેક શહેરોમાં અત્યારે બંધ જેવી હાલત દેખાઈ રહી છે અને દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. ત્રીજી લહેર હંગેરીથી શ થઈ છે તો યુરોપ્ના અન્ય દેશો સુધી પણ પહોંચે તેવો ભય નિષ્ણાતોએ વ્યકત કર્યો છે. હંગેરીમાં રસીકરણ હજુ શ થયું નથી. ત્રીજી લહેરમાં વધુ લોકોના મૃત્યુ થવાનો ભય પણ નિષ્ણાતોએ વ્યકત કર્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS