કોરોના ખર્ચ, ઘરના બે છેડાં ભેગા થતાં નથી ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવથી પ્રજા પરેશાન

  • May 20, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોંઘવારી અને બેકારીએ માઝા મૂકી છે ત્યારે પ્રજાની વેદના ઓછી કરવા કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી કોઇ બયાન કે પ્રયાસ નહીં, સરકારી તિજોરી ભરાય છે, લોકોના ખિસ્સા ખાલી

 ઐતિહાસિક ક્ષણોને વાગોળીયે તો એ સમય એવો હતો કે જનતા પર કોઇ આપદા કે કુદરતી આપત્તિ આવતી હતી ત્યારે રાજા જનતાની રખેવાળી કરીને તેમના કષ્ટ દૂર કરવા ટેક્સના ભારણ ઓછાં કરી લોકોને આર્થિક સહાય કરતા હતા. પોતાના ખજાનામાંથી રાજા લોકો માટે ઉજાગરા કરતા હતા. ઇતિહાસના પાને આ ઘટનાઓ કંડારાયેલી છે પરંતુ હાલના લોકશાહી જમાનામાં સરકારી તિજોરી ભરાઇ રહી છે અને લોકોના ખિસ્સા ખાલી થઇ રહ્યાં છે અને તે પણ એવા સમયે જ્યારે સમગ્ર જનતા કોરોના મહામારીના ખપ્પરમાં હોમાઇ રહી છે.

 


ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એટલો બઘો વધારો થયો છે કે લોકોને પરવડે તેમ નથી. એક તરફ કોરોના બિમારીના ખચર્,િ બાળકોના અભ્યાસના ખચર્,િ મોંઘવારીમાં ચીજવસ્તુ મેળવવાના ફાંફા, પ્રાઇવેટ નોકરી કે રોજગારી છીનવાઇ ગઇ હોવાથી ઘરના બે છેડાં ભેગા કરવાની સ્થિતિ ભૂતકાળમાં ક્યારેય આવી નથી. કુદરતી આપત્તિઓમાં પણ ભારત અને ગુજરાતની જનતા આટલી બઘી નિરાશ થઇ નથી, જે હાલના સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા અને તેના કારણે મોંઘવારીમાં થયેલા વધારાથી નિરાશ છે.

 


ગુજરાતના શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિ લીટરે 100 રૂપિયા સુધી પહોંચવામાં છે ત્યારે કેન્દ્ર કે રાજ્ય સરકાર આ ઇસ્યુને નિલગેટ કરી રહી છે. લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. વિપક્ષ કોંગ્રેસ પણ એવો આક્રમક વિરોધ નથી કરતી કે શાસક પક્ષને ઝૂકવું પડે. રાજ્યના તમામ વર્ગો કોરોનાથી પ્રભાવિત થયેલા છે. બિમારીમાં ઘરની બચતો સાફ થઇ ગઇ છે. પગારના ઠેકાણાં નથી. એકમાત્ર સરકારી કર્મચારીઓના પગાર રેગ્યુલર થાય છે પરંતુ પ્રાઇવેટમાં નોકરી કરતાં લોકો તલવારની ધાર પર ચાલે છે. પગાર તારીખની રાહ જુએ છે પરંતુ પગાર થતો નથી તેથી ઘર કેમ ચલાવવું તેની ચિંતા છે.

 


ડીઝલના ભાવ વધે એટલે મોંઘવારી વધે તે સીધું ગણિત રાજકીય નેતાઓના ગળે ઉતરતું નથી. અત્યારે પેટ્રોલ અને ડિઝલનો જે ભાવ છે તે પૈકી 60 ટકા તો ટેક્સના રૂપમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં જાય છે પરંતુ તે ટેક્સ 50 ટકા ઘટાડી શકાતો નથી, રાજ્યના નાણા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે 100 રૂપિયાના પેટ્રોલ અને ડિઝલમાંથી સરકારને અત્યારે ટેક્સ સ્વરૂપે 60 થી 65 રૂપિયા મળે છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલનો મૂળ ભાવ 35 થી 40 રૂપિયા છે.

 


કોરોના મહામારીના બીજા તબક્કામાં મોંઘવારીની સાથે સાથે પ્રતિદિન હજારો યુવાનો નોકરી ગુમાવી રહ્યાં છે. મજૂરો રોજીરોટી ગુમાવી રહ્યાં છે. ચૂંટણી આવે એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને સ્થગિત કરતાં નેતાઓ ચૂંટણી પૂર્ણ થયે ભાવમાં તીવ્ર વધારો કરે છે અને બઘું વસૂલ કરે છે. આ સ્થિતિ જો કાયમ રહી તો મધ્યમવર્ગ બે વર્ષમાં ચોક્કસ ગરીબીની રેખા હેઠળ આવી જશે. કહેવાય છે કે ગુજરાતમાં લોઅર મિડલક્લાસના 40 ટકા પરિવારો કોરોના સંક્રમણના કાળમાં ગરીબીની રેખા હેઠળ આવી ચૂક્યા છે અને 20 ટકા પરિવારો અપર મિડલ ક્લાસમાંથી લોઅર મિડલ ક્લાસમાં આવી ગયા છે. અનાજ, શાકભાજી અને કરિયાણાની તમામ ચીજવસ્તુમાં પ્રતિમાસ 15 થી 25 ટકા સુધીનો ભાવવધારો થાય છે અને તેનું એકમાત્ર કારણ ડીઝલનો ભાવવધારો છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં હંમેશા ડીઝલ વપરાય છે. કાગળ પર કહેવાતી સંવેદનશીલ સરકાર હકીકતમાં નિષ્ઠુર છે. લોકોને યાતના આપી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS