આજથી રાજ્યમાં અનલોકની શરૂઆત, સાંજ સુધી ધમધમશે બજારો, રાત્રે 12 સુધી થઈ શકશે ફૂડ ડિલિવરી, જીમ, બાગ-બગીચા ખુલ્લા મુકાશે, વાંચો સમયની છૂટછાટની વિગતો

  • June 11, 2021 08:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટ્યા બાદ હવે રાજ્ય સરકારે 11 જૂનથી કોરોના માટે લાગુ કરાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનું શરુ કર્યું છે. આજથી રાજ્યમાં ધંધા રોજગાર પણ સાંજ સુધી ચાલું રાખી શકાશે. દુકાનોથી લઈ બગીચા, જીમ બધું જ આજથી રાબેતા મુજબ શરુ થવાનું છે ત્યારે જાણીએ આજથી લાગુ થયેલા નવા નિયમો વિશે ફરી એકવાર 

 

•    રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂન ના સમય  દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતા ના 50 % સાથે ચાલુ રાખી શકાશે.


•    ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે


•     રાત્રી કર્ફ્યુનો અમલ  તારીખ 11 જૂન રાત્રે 9 થી તારીખ ૨૬ જુન ૨૦૨૧ ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન  દરરોજ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે


•    તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે


•    વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે


•    જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે


•    રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે


•    રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે


•    રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

 

•    શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS