જન્માષ્ટ્રમી પૂર્વે કોરોના ગાયબ આજે પણ રાજકોટમાં શૂન્ય કેસ

  • August 27, 2021 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું ત્રીજી લહેરની આગાહી ખોટી પડી કે?: મહાપાલિકા દરરોજ ૨૦૦૦થી ૨૫૦૦ ટેસ્ટ કરે છે પરંતુ પોઝિટિવ કેસ મળતા નથી


ઓગસ્ટથી ઓકટોબર–૨૦૨૧ સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે તેવી આગાહી હતી તે ખોટી પડી કે શું? તેવી ચર્ચા વચ્ચે રાજકોટમાં હાલ તો જન્માષ્ટ્રમીના તહેવારો પૂર્વે કોરોના લગભગ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે. દરમિયાન આજે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે. વેકિસનેશનના કારણે શહેરમાં હર્ડ ઈમ્યુનિટી જનરેટ થઈ ગઈ કે શું? તેવી ચર્ચા પણ જાગી છે.

 


રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોના તબિબિ સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં પણ દરરોજ સરેરાશ ૨૦૦૦થી ૨૫૦૦ ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ પોઝિટિવ કેસ મળતા નથી. આમ છતાં કોઈ પણ નાગરિકને તાવ, શરદી, ઉધરસ, ગળુ પકડાવું, શ્ર્વાદ રૂંધાવો, સ્વાદ–સુગંધની પરખ ન થવી કે થાક–નબળાઈ જેવા કોરોનાના લક્ષણો અનુભવાતા હોય તો તેઓ આરોગ્ય કેન્દ્ર પર આવીને વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકે છે.

 


મહાપાલિકાના કોવિડ બુલેટિન અનુસાર આજે રાજકોટ શહેરમાં બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ મળ્યો નથી. શહેરમાં હાલ સુધીના કુલ કેસ ૪૨૮૧૦ થયા છે જેમાંથી ૪૨૩૪૨ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. રાજકોટમાં હાલ તો કેસ ઘટી ગયા છે તેમ છતાં તહેવારોમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, હાથ સેનિટાઈઝ કરવા, ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળવું, બિન જરૂરી મુસાફરી ટાળવી હિતાવહ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS