કોરોનાની બાળકોના મગજ પર અસર: ધો.૬નો વિધાર્થી ૪૪નો સરવાળો પણ ભૂલી ગયો

  • June 15, 2021 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ની અસર બાળકોના મગજ પર એટલી હદે થઈ છે કે ધોરણ બાળકો સાદા સરવાળા અને બાદબાકી પણ ભૂલી ગયા છે. તાજેતરમાં ધો. ૬ માં અભ્યાસ કરતા એક વિધાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ૪૪ નો સરવાળો આ બાળક કરી શકયો ન હતો. આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોરોનાના દોઢ વર્ષના આ સમયગાળામાં ૭ ટકા જેટલા વિધાર્થીઓ સામાન્ય ગણિત કે જેઓ ધો.૧ કે ૨ માં ભણ્યા હોય તે પણ તેમના માનસ પર થી વિસરાઈ ચૂકયું છે, હાલમાં આવા બાળકોનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે અને અલગ–અલગ એમ પરથી તેમનું મૂલ્યાંકન કરીને તેમની આ ખામીઓને દૂર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 


મનોવિજ્ઞાન ભવનના ડોકટર ધારા દોશી જણાવે છે કે, આ પ્રકારની ખામી ને ડિસકેલીકયુલિયા ના લક્ષણો કહેવાય છે, કોરોના પહેલા પણ અમુક ટકા બાળકોમાં આ પ્રકારના લક્ષણો હશે પરંતુ તે સામે આવ્યા ન હતા, હવે યારે ઓનલાઇન શિક્ષણ શ થયું છે ત્યારે બાળકોને શિક્ષકો સાથેનો સીધો સંપર્ક તૂટતા આ પ્રકાર ના લક્ષણો ધરાવતા કેસ સામે આવ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના બાળકો વધુ જોવા મળી રહ્યા છે. મનોવિજ્ઞાન ભવનના ડોકટર ધારા દોશી અને વિધાર્થી જયેશ વાળાએ આ વિષય પર સર્વે કર્યેા છે અને જેમાં આ પ્રકારના બાળકોનું તેવો કાઉન્સેલિંગ કરી રહ્યા છે.

 

 

બાળમનોવિજ્ઞાન સમજવું જરૂરી: ડો.યોગેશ જોગસણ
છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણ ના કારણે વિધાર્થીઓમાં ખાસ કરીને ધોરણ ૧થી ૭ના વિધાર્થીઓમાં શીખવાની અસમર્થતા જોવા માં આવી રહી છે. મનોવિજ્ઞાન ભવનના વિધાર્થી જયેશવાળા એ ડો.ધારા આર. દોશીના માર્ગદર્શન માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ૯૯૦ બાળકો સાથેની વાતચીત અને તેમના લખાણના નિરીક્ષણ દ્રારા આ તારણ પર પહોંચ્યા છે. ઉપરાંત મનોવિજ્ઞાન ભવનમાં ઘણા વાલીઓ ફરિયાદ કરતા હોય છે કે બાળક ભણવા બેસે ત્યારે તોફાને ચડી જાણીજોઈ ખોટું લખે છે. ખોટું બોલી શબ્દોના ખોટા ઉચ્ચારણ કરે છે. ત્યારે બાળક સાથેની વાતમાં ધ્યાને ચડું કે બાળકને અમુક શબ્દોના ઉચ્ચારણ અને ખાસ ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં તકલીફ સર્જાય છે.

 

 

ઓનલાઇન શિક્ષણથી બાળકોમાં વાંચવાનું પ્રમાણ ઘટયું
ઓનલાઇન અભ્યાસક્રમો વિધાર્થીઓને અલગ લાગે છે. શિક્ષક સાથે મર્યાદિત આંતરક્રિયા સાથે વિધાર્થીઓ કોર્સ સામગ્રી સાથે કનેકટ થવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ બને છે. જે બાળકો એ તેના શિક્ષકો સાથે શારીરિક ક્રિયાપ્રતિક્રિયા જ નથી કરી, તેને ધ્યાન કેન્દ્રિત રહેવામાં મુશ્કેલી, પ્રેરણાનો અભાવ અને માથાનો દુખાવો થવો અને કંટાળા નો અનુભવ થવો એ પણ કારણો છે. શિક્ષક બોલે તે સમજી તો શકે પણ તે જે શબ્દ બોલે છે તે કેમ લખવો છે તેની તેને ટેવ હોતી નથી જેના અભાવે તેનામાં લખાણ વિકૃતિ જોવા મળે છે. બીજું વાંચન વિકૃતિમાં તેને ઓનલાઇન શિક્ષણના કારણે બાળકોમાં વાંચન પ્રત્યે અચી જોવા મળે છે.

 


આ પ્રકારના કિસ્સામાં આ રીતે સારવાર કરવી
ઉપચાર મનોવિજ્ઞાનમાં દરેક નાનીમોટી માનસિક સમસ્યાઓના નિવારણ માટે જૈવિક, મનોવિશ્લેષણ , વાર્તનિક, બોધાત્મક અને માનવતાવાદી આત્મકેંદ્રિત પદ્ધતિથી ઉપચાર દર્શાવેલ છે. ગણિતની સમસ્યાઓ હોય તેમને તેમની ગમતી રમત દ્રારા ઉપચાર આપી શકાય છે. એડીએચડી બાળકોને વુડન ગેમ, મનોવૈજ્ઞાનિક પઝલ દ્રારા કન્ટ્રોલ કરી શકાય છે. વાંચવામાં તકલીફ પડતી હોય તેમને મહાવરા દ્રારા માતાપિતા અને શિક્ષક આ બાબતને દૂર કરી શકે છે. સાથે માતાપિતા અને પરિવારના પ્રેમ અને હંફથી પરિવર્તન આવે છે. ગાણિતિક ખામીને બોધાત્મક ઉપચાર દ્રારા દૂર કરી શકાય છે. એટલે કે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન,  સતત મૂલ્યાંકન, કાઉન્સેલિંગ, બાળક પર થોડું વધુ ધ્યાન દેવું, પ્રેરણા પુરી પાડવી, શિક્ષકે સતત પ્રેરણા પૂરી પાડવી, માતા પિતાએ ધીરજ થી કામ લેવું.

 

 

૯.૯૦ ટકા બાળકોને ડિસલેકિસયા ઓછાવતા પ્રમાણમાં જોવા મળ્યા
આ શિક્ષણ કે તાલીમને લગતી વિકૃતિ છે જેમાં બાળક ને વાંચવામાં તકલીફ પડે છે અને બાળક વ્યવસ્થિત શબ્દોનું ઉચ્ચારણ કરી શકતું નથી. અહીં બાળક મ અને બ અથવા ટ, ઠ ડ, ઢ વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. તે નવા શબ્દોને બહત્પ ધીરે શીખે છે અને તત્કાલ ભૂલી જાય છે. વાંચવામાં તકલીફ પડે છે. વાંચતી વખતે બહત્પ ધીરે વાંચે છે.

 


૬.૩૦ ટકા બાળકોને ડિસકેલીકયુલિયાના લક્ષણો જણાયા
આ એક ગાણિતિક વિકૃતિ છે જેમાં બાળકને સાદા આંકડાઓ અને સાદું ગણિત પણ આવડતું નથી અથવા ખોટું કરે છે. સાવ પાયાની બાબતો પણ ગણિત વિશેની યાદ રહેતી નથી. દા. ત. મનોવિજ્ઞાન ભવનમાં ઘણા વાલીઓના બાળકોની સમસ્યાઓ માટે ફોન આવતા હોય છે. એક પરિવાર પોતાના બાળકની સમસ્યાઓ લઈને ભવન પર આવેલ. બાળકનું કાઉન્સેલિંગ થઈ રહ્યું છે જે છઠા ધોરણનું બાળક છે આ બાળકને ૪ માં ૪ ઉમેરવાથી ૮ થાય એ કરવામાં અસક્ષમ છે.

 


૧૮ ટકા બાળકોમાં ડિસ્ગ્રાફિયા
આ એક લેખન વિકૃતિ છે. જેમાં બાળક સારી રીતે લખી શકતું નથી. આ વિકૃતિને કારણે બાળકના અક્ષરો ખૂબ ખરાબ થાય છે સાથે સ્પેલીગ લખવામાં પણ તકલીફ પડે છે. આ વિકૃતિમાં બાળક પેન્સિલ કે પેન સરખી રીતે પકડી શકતું નથી. દા. ત. આઠમા ધોરણનું બાળક ગુજરાતી માધ્યમમાં ભણતો હોવા છતાં સરખું ગુજરાતી લખી શકતો નથી. તેની માતા સાથે વાત થયા પછી ખબર પડી કે જો કોઈ અઘરો શબ્દ કે જોડિયા શબ્દો આવે તો તે લખી ન શકે તેને સરખું ફરી સમજાવવું પડે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS