આઈફા જ નહીં કોરોનાએ ફેસબુક, માઈક્રોસોફ્ટની ઈવેન્ટ સહિત આ કાર્યક્રમો કરાવ્યા રદ્, જુઓ યાદી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસના કેસ ભારતમાં પણ વધી રહ્યા છે જેને લઈ ઈન્દોરમાં યોજાનાર આઈફા એવોર્ડને મોકૂફ રાખવામાં આવ્યા છે. આ ઇવેન્ટની આગામી તારીખ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો કે કોરોના વાયરસના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં રમતગમત, ટેકનિકલ ક્ષેત્રે અને  અન્ય ઘણા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કયા કયા છે આ પ્રોગ્રામ અને ઈવેન્ટ જોઈ લો આ લિસ્ટ

 
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેલ્જિયમ મુલાકાત કોરોના વાયરસના કારણે મુલતવી રાખવામાં આવી છે. 
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની જાપાન પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે
- પીએમ મોદી અને ભાજપએ ટાળ્યું હોળીનું સંમેલન  
- કોરોનાવાયરસના કારણે પેરિસ મેરેથોન 18 ઓક્ટોબર સુધી મુલતવી રહી છે.
- જેમ્સ બોન્ડની 'નો ટાઇમ ટુ ડાઇ' ની રિલીઝની તારીખ પાછી ઠેલાઈ છે.
-  ગૂગલની વર્ષની સૌથી મોટી ઈવેન્ટ રદ્દ કરવામાં આવી છે. આ ઈવેન્ટ કેલિફોર્નિયામાં 12થી 14 મે દરમિયાન યોજવાની હતી.
- ફેસબુક અને માઇક્રોસોફ્ટની ઈવેન્ટ રદ થઈ છે. કોરોનાના કારણે ફેસબુકે તેની ડેવલપર્સ કોન્ફરન્સ રદ કરી છે જ્યારે માઇક્રોસોફ્ટે વોશિંગ્ટનમાં યોજાનારી  સમિટ રદ કરી દીધી છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS