ભાવનગર જિલ્લા પંચાયતમાં કોરોનાનો પ્રવેશ: લોકો માટે દરવાજા બંધ

  • April 02, 2021 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

10 કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા: 17 એપ્રીલ સુધી જિલ્લા પંચાયત તથા ગ્રામ વિકાસ એજન્સીમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધભાવનગર શહેરમાં કોરોનાએ હવે સરકારી કચેરીઓ, બેન્ક જેવા જાહેર સ્થળોએ પ્રવેશ કરી લીધો છે. શહેરની બેન્ક ઓફ બરોડા, ગ્રામીણ વિકાસ બેંન્ક, એસબીઆઈની શાખા વિગેરેમાં કોરોનાના પગપેસારાના પગલે બ્રાન્ચ નિયત સમયમયર્દિા માટે બંધ કરવી પડી હતી. દરમિયાનમાં ગઈકાલે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં 10 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતો નાગરીકો, મુલાકાતીઓ, અરજદારોને જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવાયો છે. જિલ્લા પંચાયતમાં અત્યંત આવશ્યક કામ માટે કચેરીના ફોન નંબર 0278-2439931 પર સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ છે.

 


ગઈકાલે જિલ્લા પંચાયત કચેરીમાં તમામ કર્મચારીઓનાં રેપીડ ટેસ્ટ કરાતા બે વિભાગના 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ કચેરીમાં ગામડાઓમાંથી લોકો આવતા હોય સરકારી કર્મચારીઓ અને નાગરીકો, અરજદારો વચ્ચે પરસ્પર સંક્રમણ વધવાથી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થવાની સંભાવના હોય જેથી તા.1-4-2021 થી તા. 17-4-2021 સુધી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ નાગરીકો, અરજદારોને અત્યંત આવશ્યક ન હોય તે સિવાય જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીઓમાં નાગરીકો, મુલાકાતીઓ, અરજદારોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે. તા.તા.17-4 સુધી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરીકો, મુલાકાતીઓ, અરજદારોએ જિલ્લા પંચાયત, ભાવનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મુલાકાત ન લેવા અનુરોધ કરવામાં આવે છે.  મુલાકાત લેવી અત્યંત આવશ્યક હોય તો કચેરીના ફોન નંબર 0278-2439931 ઉપર ફોન કરી સોમવાર અને ગુરૂવારની એપોઇન્ટમેન્ટ મેળવી જિલ્લા પંચાયત ખાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવીને મુલાકાત લેવાની રહેશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS