વ્હાઇટ હાઉસમાં કોરોનાની એન્ટ્રી, ન્યૂયોર્ક મહાવિનાશક એરિયા જાહેર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અમેરિકાના અનેક શહેરોમાં લોક ડાઉનલોડ, વીજળીક ગતિએ વધી રહેલા કેસ અમેરિકામાં કોરોના વાયરસ અતિ ઘાતક બનતું જાય છે અને દરરોજ સેંકડો કેસો વધી રહ્યા છે ત્યારે અમેરિકી પ્રમુખ દ્રારા ન્યૂયોર્ક ને મહાવિનાશક એરિયા જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાનમાં વ્હાઇટ હાઉસમાં પણ કોરોના ની એન્ટ્રી થઇ ગઇ છે અને અમેરિકાના ઉપરાષ્ટ્ર્રપતિ માઇક ફેન્સના કર્મચારીને કોરોના પોઝિટિવ નીકળ્યો છે.

 

વ્હાઇટ હાઉસમાંના કર્મચારી જેટલા લોકોના સંપર્કમાં આવ્યો છે તે બધાને અલગ કરી દેવામાં આવ્યા છે અને એમની સઘન સારવાર શ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસ નો કર્મચારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્ર્રપતિ માઇકના સંપર્કમાં આવ્યો ન હતો તેવી ચોખવટ પણ વ્હાઈટ હાઉસ દ્રારા કરવામાં આવી છે. અમેરિકામાં દિનપ્રતિદિન કોરોના વાઇરસની સ્થિતિ વધુ ગંભીર અને ભયંકર સ્વપ ધારણ કરી રહી છે અને રોજ સેંકડો કેસ વધી રહ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS