બોટાદ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ગંભીર સ્તરે: વધુ બે મોત

  • April 22, 2021 12:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે નવા 14 કેસ નોંધાયા: સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 271 થઈ છેમંગળવારે બોટાદ શહેર અને જિલ્લામાં કોરોનાના 14 કેસ નોંધાયા હતા, જયારે કોરોનાના બે દર્દીના મોત નિપજયા હતાં. ગઈકાલે સોમવારે પણ કોરોનાથી એક દર્દીનુ મોત નિપજયુ હતું.  

 


બોટાદ શહેર અને જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના કુલ 14 કેસ નોંધાયા છે, જેમાં બોટાદ શહેરમાં 4 કેસ અને જિલ્લામાં 10 કેસનો સમાવેશ થાય છે. બોટાદ શહેરના સવગણનગર, સંજય હોસ્પિટલ પાસે, સરકારી વસાહત, ભીમનગર વગેરે વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે, જયારે જિલ્લામાં બોટાદ તાલુકાના કરિયાણી, ખાખુંઈ, વાવડી, ગઢડા શહેરના રામજી મંદિર પાછળ, મોહનનગર, ગઢડા તાલુકામાં મોટીકુંડળ, ગુંદાળા, ગઢાળી, અડતાળા, લીંબાળી વગેરે ગામમાં કેસ નોંધાયા હોવાનુ સરકારી તંત્રએ જણાવેલ છે. કોરોનાથી આજે મંગળવારે બે દર્દીનો મોત નિપજયા હતા, જેમાં બોટાદ તાલુકાના પાળીયાદ ગામના 66 વર્ષના વૃધ્ધ અને રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામના પ4 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.

 


કોરોનાના ર1 દર્દીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાના ર71 દર્દી હાલ સારવાર હેઠળ છે. આજે બોટાદમાં 1ર13 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 10ર0 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોનાના કેસ વધતા લોકોની ચિંતા વધી ગઈ છે ત્યારે તંત્રએ સંક્રમણ અટકાવવા કડક પગલા લેવા જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS