160 દિવસ પછી ફરી એકવાર કોરોના કેસનો આંકડો 62 હજારને પાર

  • March 27, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહેલા ક્યારેય નહીં તેટલી તીવ્ર ગતીએ વધી રહ્યો છે કોરોના: દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4.5 લાખને પાર થઈ ગઈ છે:  મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોના બેફામ છે

 દેશમાં કોરોના મહામારી શરૂ થયા પછી મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાતમાં પહેલીવાર આટલી ભયંકર રીતે ફેલાતા કોરોના સંક્રમણ વચ્ચે ભારતમાં કોવિડ19 ના દૈનિક કેસ 160 દિવસમાં પ્રથમ વખત 62000 ના આંકડાને વટાવી ગયા છે. આ સાથે જ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 289 લોકોનાં મોત પણ નોંધાયા છે, જે 30 ડિસેમ્બર પછી સૌથી વધુ દૈનિક મોતનો આંકડો છે.

 


છેલ્લા 15 દિવસથી સતત દૈનિક કેસોમાં અત્યાર સુધીનો સૌથી તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે, શુક્રવારે સક્રિય કિસ્સાઓમાં 32,000 થી વધુનો વધારો થયો છે, જે આંકડામાં અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા, જે એક દિવસ અગાઉ જ 4 લાખના આંકડાને પાર કરી હતી, શુક્રવારે 4.5. લાખને વટાવી ગઈ છે. ગુરુવારે સક્રિય કેસોમાં 36 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોમાંથી 34 માં ચોખ્ખી વૃદ્ધિ જોવા મળી હતી.

 


છેલ્લા 24 કલાકમાં ભારતમાં 62,336 નવા કોરોના કેસો નોંધાયા છે, જે ગયા વર્ષે દેશમાં જ્યારે કોરોના તેના સૌછી ચમર પર હતો તે 17 ઓક્ટોબર પછીનો સૌથી વધુ આકંડો છે. છે, જ્યારે મહારાષ્ટ્રમાં ફરી એકવાર અત્યાર સુધીના સૌથ વધુ 36,902 નવા કેસ એક જ દિવસમાં શુક્રવારે નોંધાયા છે. શુક્રવારે 5,515 કેસ ઉમેરીને મુંબઈના તમામ અગાઉના રેકોર્ડનો ભંગ કર્યો હતો. રાજ્યમાં સતત બે દિવસ 35,000 થી વધુ નવા કેસ નોંધાયા છે.

 


ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાતમાં શુક્રવારના દિવસે અત્યાર સુધીમાં તેમના સૌથી વધુ નવા કેસ જોવા મળ્યા છે. પંજાબમાં 3,176 નવા કોરોના કેસ સાથે રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં કોરોનાનો આંક 3000ને પાર થયો છે. તેમજ રાજ્યમાં 59 લોકોનાં મોત નીપજ્યાં છે, જે મહારાષ્ટ્ર પછી દેશમાં બીજા ક્રમે સૌથી વધુ છે, જ્યાં છેલ્લા ચોવિસ કલાકમાં 112 લોકોના મોત થયા છે. શુક્રવારે ગુજરાતમાં 2,190 નવા કેસો નોંધાયા છે, જે આંકડા સતત પાંચમાં દિવસે રાજ્યમાં નવા કોરોના કેસનો રેકોર્ડ તોડીને નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે.

 


એકંદરે, ઓછામાં ઓછા 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાન્યુઆરીથી અથવા તેના પહેલાના દિવસોથી સૌથી વધુ દૈનિક કોરોના કેસ નોંધાયા છે. જેમાં 15 જેટલા રાજ્ય-પ્રદેશોમાં તેના આ વર્ષનો સૌથી મોટો આંકડો શુક્રવારે નોંધાયો છે. જે પૈકી છત્તીસગઢમાં કોરોના દૈનિક કેસનો આંકડો એકદમ જ વધીને 2665 થયો છે જે રાજ્ય માટે ગત વષર્િ 15 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. જ્યારે કણર્ટિકમાં શુક્રવારે 2566 જેટલા નવા કેસ નોંધાયા છે જે રાજ્ય માટે 11 નવેમ્બર બાદ સૌથી મોટો આંકડો છે.

 


મધ્ય પ્રદેશમાં 2,091 નવા કેસ (27 સપ્ટેમ્બર પછીનો સૌથી વધુ આંકડો), તમિલનાડુમાં 1,971 (12 નવેમ્બર પછી સૌથી વધુ), દિલ્હીમાં 1,534 (16 ડિસેમ્બર પછી સૌથી વધુ), હરિયાણામાં 1,322 (9 ડિસેમ્બર પછી સૌથી વધુ), યુપી 1,032 (30 ડિસેમ્બર પછી સૌથી વધુ), આંધ્ર પ્રદેશમાં 984 (26 નવેમ્બર પછી સૌથી વધુ), રાજસ્થાનમાં 853 (25 ડિસેમ્બર પછી સૌથી વધુ), બંગાળમાં 646 (14 જાન્યુઆરી પછી સૌથી વધુ), તેલંગણામાં 518 (25 ડિસેમ્બર પછી સૌથી વધુ), હિમાચલ પ્રદેશમાં 351 (24 ડિસેમ્બર પછી સૌથી વધુ), ઝારખંડમાં 308 (7 નવેમ્બર પછી સૌથી વધુ), ઓડિશામાં 234 (11 જાન્યુઆરી પછી સૌથી વધુ) અને જમ્મુ અને કાશ્મીરમાં 210 (2 જાન્યુઆરી પછી સૌથી વધુ) કેસ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS