શેરમાર્કેટમાં કોરોનાનો કોહરામ, સેન્સેક્સમાં 1345 પોઈન્ટનો ઘટાડો

  • April 19, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેર માર્કેટ ખુલતાની સાથે જ ધડામ પછડાયુ છે. કોરોનાના દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં ભારે વધારો થવાને કારણે દેશમાં ભયનો માહોલ છેઅને તેની અસર શેરબજાર ઉપર પડી છે. આજે ખુલતામાં જ 1345 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

 

બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,061.72 પોઇન્ટ 2.43 ના કડાકા સાથે 47,645.46 ના સ્તર પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 309.35 પોઇન્ટ એટલે કે 2.21 ટકાના ઘટાડા સાથે 14,308.50ના સ્તરે ખુલ્યો હતો. આજે 183 શેરો વધ્યા, 615 શેરો ઘટ્યા, જ્યારે 53 શેરો યથાવત રહ્યા. પ્રી ઓપનિંગમાં પણ માર્કેટમાં કડાકો નોંધાયો હતો અને રોકાણકારો નીરાશ થયા હતા. પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ 491.98 પોઇન્ટ એટલે કે 1.01 ટકાના ઘટાડા સાથે 48340.05 પર કારોબાર કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 276.50 પોઇન્ટ અથવા 1.89 ટકાના ઘટાડા સાથે 14341.40 ના સ્તર પર ખુલ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS