રાજકોટમાં કોરોનાની લીડ: કુલ કેસ 16,000 નજીક

  • February 24, 2021 06:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાના અધિકારીઓએ ફરી વોર્ડ વાઇઝ કોરોના ડયુટીનો પ્રભાર સંભાળ્યો: એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ પોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ

રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ લીડથી આગળ વધી રહ્યું છે. આજે વધુ 15 કેસ નોંધાતા શહેરમાં કોરાનાના કુલ પોઝિટિવ કેસ 15,950 થયા છે. દરમિયાન ચૂંટણીની કામગીરી પૂર્ણ થતાની સાથે જ મ્યુનિ. કમિશનરના આદેશથી મહાપાલિકાના અધિકારીઓ અને ઇજનેરોએ ફરી વોર્ડ વાઇઝ કોરોના ડયુટીનો પ્રભાર સંભાળી લીધો છે. તદ્ઉપરાંત આજથી એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ પોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ પણ શ કરી દેવાનું આવ્યું હોવાનું જાણવા મળે છે.

 


વધુમાં મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડ બુલેટીન અનુસાર આજ સુધીમાં રાજકોટ શહેર વિસ્તારમાં કુલ 15,950 કેસ નોંધાયા છે. તેમાંથી 15,651 દર્દીઓ સાજા થઇ ગયા છે. આજ સુધીમાં કુલ 5,90,246 નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા છે તેમાં પોઝિટિવીટી રેટ 2.70 ટકા રહ્યો છે. જેની સામે રીકવરી રેઇટ 98.21 ટકા રહ્યો છે. જયારે ગઇકાલની સ્થિતિ જોઇએ તો તા.23ના રોજ કુલ 938 શહેરીજનોનો ટેસ્ટ કરાયો હતો જેમાંથી 44ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS