સુરતમાં જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતી 14 દિવસની બાળકીનું કોરોનાથી મોત

  • April 15, 2021 03:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં આખરે જન્મ મરણ વચ્ચે ઝોલા ખાતું 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે. સુરતમાં આ બાળક જન્મના ત્રીજા દિવસે કોરોનાનો ચેપ લાગ્યો હતો. પરંતુ આખરે 11 દિવસની સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું છે.

 


સુરતમાં કોરોનામાં સપડાતા બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે ખાનગી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ 11 દિવસની કોરોના પોઝિટિવ બાળકી આખરે ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આ બાળકીને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બાળકીના વહારે પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ પણ આવ્યા હતા. 11 દિવસની બાળકી માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કયર્િ હતા. 11 દિવસની બાળકીને ઇમરજન્સીમાં પ્લાઝમાની જરૂર પડી હતી. સંજોગો વસાહત પૂર્વ મેયર ડો.જગદીશ પટેલનું બ્લડ ગ્રુપ મેચ થતા તેમણે તાત્કાલીક પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરાયો હતો.

 


અત્રે નોંધનીય છે કે, સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તેની ડાયમંડ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. બાળકની વેન્ટીલેટર હેઠળ ચાલતી સારવારમાં રેમેડીસીવર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યુ હતું. નવજાત બાળકને માતા દ્વારા કોરોના સંક્રમણ લાગ્યુ હતું. બાદમાં બાળકની તબીયત અચાનક બગડી જતા તેનો ર્પોર્ટ કરવામાં આવ્યો હતો. તેનો એક્સ-રે રિપોર્ટમાં કોરોના દેખાતા તબીબો ચોંકી ગયા હતાં.વરાછામાં ચીકુવાડીમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં ગત તા.1 એપ્રિલના રોજ બાળકીનો જન્મ થયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. માતા બાળકીને નિયમિત સ્તનપાન કરાવતા હતાં. બાદમાં માતાને અચાનક શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. તેથી, તબીબોએ માતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેનો પહેલો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેથી માતાએ શરદી-ખાસીને ગંભીરતાથી લીધી ન હતી.

 

 

માતાની તબીયત વધુ લથડતા બીજો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. બીજા ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. માતા કોરોના સંક્રમિત હોવાથી તબીબો ચોંકી ગયા હતાં. બાદમાં 11 દિવસના બાળકની તબીયત એકાએક બગડી હતી. તેથી, તબીબોએ બાળકનો એક્સ-રે રિપોર્ટ કરાવ્યો હતો.રીપોર્ટમાં કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું નિદાન થયુ હતું. 11 દિવસનો બાળકને કોરોના સંક્રમણનુ નિદાન થતા તબીબોની ટીમ ચોંકી ગઇ હતી. તેમણે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી. સમગ્ર કેસમાં ડો. અલ્પેશ સિંઘવી જણાવ્યું કે, માતા કોરોના સંક્રમિત હોવાથી બાળકને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના સેવી હતી. ગર્ભવતી મહિલાઓએ કોરોનાનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. તેમણે બીન-જરૂરી ઘરની બાહર નીકળવુ જોઇએ નહી. માસ્ક અને ટેનિટાઇઝરનો ઉપીયોગ કરવો જોઇએ. સામાન્ય શરદી-ખાસીમાં તબીબને દેખાડવુ જોઇએ.માતાની નાની બેદરકારી બાળક માટે ખૂબ મોટું જોખમ ઊભું કર્યું હતું. બાળક માત્ર 11 દિવસનું હતું. તેને વેન્ટીલેટર હેઠળ રાખવામાં આવ્યુ હતું. તેને રેમડેસિવિર અને આઇ.વી.જી.આઇ ઇન્જેક્શન આપમાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS