પાકિસ્તાનમાં કોરોનાનો કહેર, એક દિવસમાં રેકોર્ડ મોત

  • April 29, 2021 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કુલ કેસોની સંખ્ય 8 લાખથી વધી ગઈ: ઈમરાન ખાને જરૂર પડ્યે ત્યાં આર્મીની મદદ લેવા કહ્યુંભારતને મદદની ઓફર કરનારા પાકિસ્તાનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. પાકિસ્તાનમાં કોરોનાથી 200થી વધુ દર્દીઓના મોત થયા, જે કોરોના મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. તે પછી ઈમરાન ખાન સરકારની ચિંતા વધી ગઈ છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાન સરકારે ભારતને કોરોના સામે લડવા માટે વેન્ટિલેટર અને એક્સરે મશીન સહિત ઘણા મેડિકલ ઈક્વિપમેન્ટ આપવાની ઓફર કરી હતી.

 

 


પાકિસ્તાનના રાષ્ટ્રીય આરોગ્ય સેવા મંત્રાલય મુજબ, ગત 24 કલાકમાં 201 લોકોના મોત કોવિડ-19ના કારણ થયા, તે સાથે અત્યાર સુધીમાં 17,530 લોકોન મોત થઈ ચૂક્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, 5,214 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનમાં ગત 24 કલાકમાં 5,292 નવા કેસ નોંધાયા છે, તે સાથે કુલ કેસોની સંખ્યા 8,10,231 થઈ ગઈ છે.

 

 


આંકડા મુજબ, આ પહેલા 23 એપ્રિલે પાકિસ્તાનમાં સૌથી વધુ 157 લોકોના મોત એક દિવસમાં સંક્રમણના કારણે થાય હતા, જ્યારે કે, ગત વર્ષે 20 જૂને 153 લોકોએ મહામારીમાં જીવ ગુમાવ્યો હતો. જોકે, નવો રેકોર્ડ એક સપ્તાહમાં બન્યો છે, જે મહામારી કેટલીક ઘાતક છે તે દશર્વિે છે. પાકિસ્તાનમાં હાલમાં 88,207 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે કે, 7,04,494 દર્દી સંક્રમણ મુક્ત થઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS