ભારતમાં કોરોનાથી ૫૦ લાખના મોત: રીસર્ચ ગ્રુપ

  • July 21, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં સત્તાવાર રીતે ૪.૧૪ લાખ મોત થયા છે પણ છે એનાથી ૧૦ ગણા વધુ



ભારતમાં કોરોના સંક્રમણના કારણે સત્તાવાર રીતે ૪,૧૪,૪૮૨ લોકોના મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે પણ એક અમેરિકન રિસર્ચ ગ્રૂપ દાવો કરે છે કે આ વર્ષના જૂન સુધીમાં જ ભારતમાં કોરોનાના કારણે ૫૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં ભારતની આગળ ફકત અમેરિકા અને બ્રાઝિલ જ છે. અમેરિકામાં કુલ ૬.૦૯ લાખ લોકોના મોત થયા છે યારે બ્રાઝિલમાં ૫.૪૨ લાખ લોકોના મોત નોંધાયા છે.

 


અમેરિકી સ્ટડી ગ્રૂપ સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના સત્તાવાર આંકડાની સરખામણીએ વાસ્તવિક મોત ૧૦ ગણા છે. ભારતમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોના સંક્રમણને લઇને મોટી સંખ્યામાં મોત નોંધાયા હતાં. સંશોધનકારોનું કહેવું છે કે વાસ્તવમાં મોતના આંકડા અનેક મિલિયન પણ હોઇ શકે છે. જો આ આંકડાને જોવામાં આવે તો ભારતમાં આઝાદી અને વિભાજન પછી આ સૌથી મોટી ટ્રેજેડી છે. નોંધનીય છે કે આ સ્ટડીના લેખકોમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણિયન સ્વામી પણ સામેલ છે.

 


આ સેન્ટરે મોતના સાચા આંકડા શોધવા માટે કોરોનાકાળ દરમિયાન દેશમાં થયેલાં મોત અને તે અગાઉના વર્ષેા દરમિયાન નોંધાયેલાં મૃત્યુઆંકની સરખામણી કરીને વિશ્લેષણ કયુ હતું. તેને આધારે સેન્ટરે ૨૦૨૦થી ૨૦૨૧ દરમિયાન મોતના આંકડા શોધ્યા હતા અને તેને કોરોના સાથે જોડીને સરકારી આંકડા સામે સવાલ ઊભો કર્યેા છે. જો કે અભ્યાસ કહે છે કે મોતના આંકડાને કોરોના સાથે જોડવા અત્યતં કઠિન છે, જો કે અનુમાનોથી ખ્યાલ આવે છે કે કોરોનાના કારણે જ પાછલા વર્ષે મૃત્યુનો આકં આટલો ઐંચો રહ્યો છે.

 


દરમિયાન ફ્રાન્સના રિસર્ચ ઇન્સ્િટટયૂટ ફોર ડેવલપમેન્ટના નિષ્ણાત ક્રિસ્ટોપે ગુઇલમોટોએ પણ તાજેતરમાં કરેલા અભ્યાસમાં મે સુધીમાં ભારતમાં કોરોનાના કારણે ૨૨ લાખ લોકોના મોત થયા હોવાનો અંદાજ મૂકયો છે. જો કે તેણે ઉમેયુ હતું કે વિશ્વની તુલનાએ ભારતમાં દર ૧૦ લાખે મોતનો આંકડો અડધો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021