રાજકોટમાં કોરોનાની નવી ફેમિલી બન્ચિંગ પેટર્ન

  • March 26, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકાનો સ્ટાફ પણ નવી પેટર્નથી આશ્ર્ચર્યમાં ગરકાવ: પરિવારના તમામ સભ્યો એકસાથે સંક્રમિત થયા હોય તેવા 30 કિસ્સા મળ્યા: સપ્ટેમ્બર અને ડિસેમ્બર બાદ માર્ચ મહિનામાં ત્રીજા રાઉન્ડમાં નવી પેટર્નથી આરોગ્ય શાખામાં દોડધામ: વોર્ડ નં.7,8,9,10 અને 14માં નવી પેટર્નના વધુ કેસ

 


રાજકોટ શહેરમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શ થયો છે અને દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં કોરોના ટોચ પર પહોંચ્યો હતો ત્યારબાદ ક્રમશ: કેસમાં ઘટાડો થયો હતો અને શિયાળામાં ડિસેમ્બર મહિનામાં ફરી કોરોનાનો બીજો રાઉન્ડ આવ્યો હતો. દરમિયાન મહાપાલિકાની ચૂંટણીઓ બાદ ચાલુ માર્ચ મહિનામાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ આવ્યો છે. અગાઉના બે રાઉન્ડમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા હોય તે પરિવારમાં ટેસ્ટ કરવામાં આવે તો એવું બનતું કે અન્ય કોઈ સભ્યોને કોરોના પોઝિટિવ ન હોય પરંતુ હાલના ત્રીજા રાઉન્ડમાં રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. તાજેતરમાં ચાલુ મહિનામાં જ એવા 30 કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં સમગ્ર પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોય !

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક સાથે પરિવારના તમામ સભ્યોને કોરોના પોઝિટિવ આવે તેવા સંજોગોમાં હોમ આઈસોલેટ થવું પણ મુશ્કેલ બની જાય છે અને કોણ કોનું ધ્યાન રાખે તેવી સ્થિતિ સર્જાઈ છે. મહાપાલિકા તંત્ર માટે પણ આ પેટર્ન પડકારપ બની રહી છે. ખાસ કરીને વોર્ડ નં.7,14,8,9 અને 10 હેઠળના વિસ્તારોમાં આ પેટર્ન વિશેષપે જોવા મળી રહી છે. વોર્ડ નં.7માં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ટાગોર રોડ સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં.14માં કેનાલ રોડ, ગુંદાવાડી, કેવડાવાડી, જયરાજ પ્લોટ, વર્ધમાનનગર, કરણપરા, લક્ષ્મીવાડી, કોઠારિયા કોલોની સહિતના વિસ્તારોમાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે. જ્યારે વોર્ડ નં.8માં કાલાવડ રોડ અને અમિન માર્ગ તેમજ પંચવટી રોડ વિસ્તાર, વોર્ડ નં.9માં યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડ તેમજ વોર્ડ નં.10માં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ, 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં ફેમિલી બન્ચિંગ પેટર્નના કેસ જોવા મળી રહ્યા છે. આવા કેસ જોવા મળ્યા હોય ત્યાં આગળ વિશેષ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં કોરોનાના કેસ સતત વધવાનું એક કારણ ફેમિલી બન્ચિંગ પેટર્ન પણ છે.

 


એક જ પરિવારમાં એકથી પાંચ સભ્યોને એકસાથે કોરોના આવે તેવા કિસ્સા બહાર આવે છે જેના લીધે કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.

 


રાજકોટમાં 36 કલાકમાં કોરોનાના 190 કેસ
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં કોરોના જેટ ઝડપે ફેલાઈ રહ્યો છે. ગઈકાલે 130 પોઝિટિવ કેસ મળ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 60 કેસ મળતા છેલ્લા 36 કલાકમાં શહેરમાં 190 કેસ મળી આવ્યા છે. ગઈકાલે 3579 નાગરિકોના ટેસ્ટ કરાયા હતા જેમાંથી 130 પોઝિટિવ મળ્યા હતા જયારે આજે બપોર સુધીમાં 1500 જેટલા નાગરિકોના ટેસ્ટ કરતા તેમાં 60 પોઝિટિવ કેસ મળ્યા છે અને કોરોનાના કેસની કુલ સંખ્યા 18030 થઈ છે.

 


કોરોના સામેની વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોના થઈ શકે
કોરોના સામેની વેક્સિન લેવાથી કોરોના ન જ થાય તેવું પણ નથી કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ મહત્તમ 28 દિવસ પછી બીજો ડોઝ લેવાનો હોય છે. બીજો ડોઝ લીધા બાદ પણ સતત 14 દિવસ સુધી તમામ પ્રકારની તકેદારી લેવાની રહે છે જો આ પ્રકારે તકેદારી લેવામાં ચુક થાય તો કોરોના થઈ શકે છે. તાજેતરમાં વેક્સિન લીધા બાદ મહાપાલિકાના એક કર્મચારીને પણ કોરોના થઈ ગયાનું બહાર આવ્યું છે તેમજ શહેરમાં આવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. વેક્સિનના બન્ને ડોઝ લેવાય ગયા બાદ પણ માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું અને સાબુ તેમજ સેનેટાઈઝરથી હાથ ધોતા રહેવાનું ચુકવાનું નથી તેમ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

 

મોટામવામાં ચિત્રકૂટ, માધાપરમાં પરાસર પાર્ક, વૃંદાવન સોસાયટી માઈક્રો ક્ધટેઈનમેન્ટ જાહેર
નવા મુંજકા સહિત રાજકોટ જિલ્લાના 30 વિસ્તારો માઈક્રો ક્ધટેઈનમેન્ટ જાહેર કરતા કલેકટર


રાજકોટ શહેરની આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસની સંખ્યામાં જોરદાર વધારો થઈ રહ્યો હોવાથી રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીની દરખાસ્તના આધારે કલેકટર રેમ્યા મોહને 30 વિસ્તારો માઈક્રો ક્ધટેઈનમેન્ટ જાહેર કયર્િ છે.

 


કલેકટરના જાહેરનામામાં જણાવ્યા મુજબ મોટામવામાં ન્યારી ડેમ પાસે આવેલ ચિત્રકૂટ, માધાપરમાં વોરા સોસાયટી પાછળ આવેલ પરાસર પાર્ક, કેમ્બ્રિજ સ્કૂલ પાસે આવેલ વૃંદાવન સોસાયટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પાસે નવા મુંજકાના વિસ્તારો માઈક્રો ક્ધટેઈનમેન્ટ જાહેર કરાયા છે.

 


રાજકોટ તાલુકાના સરધાર ગામે શ્રીરામ સોસાયટીમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે અનેક કેસ મળી આવ્યા છે અને આ સોસાયટી માઈક્રો ક્ધટેઈનમેન્ટ જાહેર કરવામાં આવી છે. રાજકોટ તાલુકા ઉપરાંત લોધીકા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી અને ધોરાજી તાલુકાના વિસ્તારો પણ કલેકટરે માઈક્રો ક્ધટેઈનમેન્ટ જાહેર કયર્િ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS