હરિયાણામાં કોરોના વિસ્ફોટ: સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ સંક્રમિત

  • March 03, 2021 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે હરિયાણાથી ચિંતામાં વધારો કરતા સમાચાર આવ્યા હતા. અહીંના કરનાલ જીલ્લામાં એક સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોબાળો મચી ગયો છે. હરિયાણામાં શાળા અને કોલેજો શરુ થઇ ચૂકી હતી, જે પછી કોરોના સંક્રમણનો વધુ ફેલાવો થવાની આશંકાઓ પણ વધી પડી હતી.

 


કરનાલમાં મંગળવારે સાંજ સુધી કુલ 78 કેસ સામે આવી ચૂક્યા હતા. હવે આ સ્થિતિ પરથી દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોએ ચિંતા વધારી દીધી છે. કારણ કે મોટા ભાગના રાજ્યો સંપૂર્ણ રીચે ખુલી ગયા હતા, જ્યાં શિક્ષણ પ્રવૃત્તિઓથી માંડીને વ્યાપાર-ધંધા પણ ખુલી ચૂક્યા હતા. એટલે હવે સ્થિતિ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કડક પગલા ઉઠાવવા માટે તૈયારી કરી રહી હોવાના અહેવાલ છે.

 


કરનાલના મુખ્ય ચિકિત્સક અધિકારી ડો પીયુષ શમર્એિ જણાવ્યું હતું કે સૈનિક સ્કુલ કુંજપુરામાં સોમવારે ત્રણ બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમના સંપર્ક અને હોસ્ટેલમાં રહેતા તમામ 390 બાળકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પછી મંગળવારે 54 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ સૈનિક સ્કુલમાં હરિયાણા સિવાય અન્ય રાજ્યોના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS