વડોદરા ઇન્કમટેક્સમાં કોરોનાનો ફૂંફાડો: ચીફ કમિશનર, બે જોઇન્ટ કમિશનર સહિત ૨૭ કર્મચારીઓ ઝપટે

  • March 25, 2021 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા આવકવેરા વિભાગની કચેરીમાં કોરોનાવાયરસએ ફુફાડો મારતા કર્મચારીઓમાં ભય ફેલાયો છે. ચીફ કમિશનર સહિત ૨૭ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા તમામ સ્ટાફ ના રિપોર્ટ કરાયા હતા.


વડોદરામાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે ત્યારે ઇન્કમ ટેક્સ વિભાગમાં એકસાથે ૨૭ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થયા છે. આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા જોઇન્ટ કમિશનર સૌથી પહેલા કોરોના સંક્રમિત થયા બાદ એક પછી એક એમ ૨૭ કેસ સામે આવ્યા છે. વડોદરા ઇન્કમટેક્સ વિભાગના ચીફ કમિશનર રણનજય સિંઘ, જોઇન્ટ કમિશનર તકવાણી, અન્ય એક કમિશનર અને જોઇન્ટ કમિશનર ઉપરાંત અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ૨૭ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા આખા ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS