ગુજરાતમાં કોરોના દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલોના હવાલે, સરકારી બેડ ખૂબ ઓછા

  • May 27, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડબલ્યુએચઓની ગાઇડલાઇન પ્રમાણે 1000ની વસતીએ પાંચ બેડ હોવા જોઇએ પરંતુ રાજ્યમાં 0.45 છે, એટલે કે એક દર્દીને પણ બેડ નથી, લોકો મોંઘા બિલો ચૂકવી પાયમાલ થઇ ગયા છેગુજરાતમાં કોરોના દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલના હવાલે કરી દેવામાં આવ્યા છે, કારણ કે સરકારી હોસ્પિટલોમાં જેટલા બેડ છે તેનાથી અનેકગણા વધારે બેડ પ્રાઇવેટ હોસ્પિટલોમાં શરૂ કરવામાં આવ્યા છે જેનો સઘળો ભાર દર્દીના માથે નાંખવામાં આવ્યો છે. સરકારનું મેડીકલ સ્ટ્રક્ચર ધ્વંશ થયું છે. મહામારી અને મોંઘવારીના કપરાં સમયમાં દર્દી અને તેના સ્નેહીજનોને લાખો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે જેમાં પરિવારો આર્થિક ભારણ હેઠળ આવી ગયા છે.

 


રાજ્યમાં એવાં પણ પરિવારો છે કે જેમણે પ્રાઇવેટ હોસ્પિટલના બિલો ચૂકવવા માટે જમીન, મકાન અને દાગીના વેચવા પડ્યાં છે. સામાન્ય રીતે મહામારી હોય તો તમામ જવાબદારી સરકારની હોય છે પરંતુ ગુજરાતમાં દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘકેલવામાં આવે છે. સરકાર પ્રાઇવેટ હોસ્પિટલોના દરો પણ નિયત કરી શકતી નથી. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જેવી હાલત છે તેવી હાલત મેડીકલ ક્ષેત્રે પ્રવર્તી રહી છે.

 


તામિલનાડુમાં 99435 સરકારી બેડ છે. પશ્ચિમ બંગાળમાં 96012, આંધ્રપ્રદેશમાં 86271, કણર્ટિકમાં 70474, ઉત્તરપ્રદેશમાં 66700, રાજસ્થાનમાં 46778, કેરળમાં 38097, મહારાષ્ટ્રમાં 33028, મધ્યપ્રદેશમાં 31106 અને ગુજરાતમાં 29402 સરકારી બેડ ઉપલબ્ધ છે. એટલે કે દેશના મોટા રાજ્યોમાં સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યાના ક્રમમાં ગુજરાતનો ક્રમ 10મો આવે છે. કોરોના સંક્રમણ ફેલાયું તે પહેલાની આ સંખ્યા છે. રાજ્ય સરકારે કોવિડ પછી ટેમ્પરરી બેડની સંખ્યા વધારી છે પરંતુ મોટાભાગના મિડલક્લાસ લોકોને સરકારી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી તેથી પ્રાઇવેટમાં સારવાર લઇ રહ્યાં છે.

 


આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે દર 1000 વ્યક્તિએ સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા પાંચ હોવી જોઇએ પરંતુ રાજ્યમાં 1000 વ્યક્તિએ બેડની સંખ્યા 0.45 છે. કોરોનાની પહેલી લહેરમાં સરકારે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના સારવારના ભાવ નક્કી કયર્િ હતા પરંતુ બીજી લહેરમાં ભાવ નક્કી નહીં કરતાં પ્રાઇવેટ હોસ્પિટલો બેફામ બિલો ઉઘરાવી રહ્યાં છે. કોરોના દર્દીના સાત દિવસના બિલની સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી ગઇ છે.

 


ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કરેલી એફિડેવીટ પ્રમાણે રાજ્યમાં 1203 ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ છે જેમાં બેડની સંખ્યા 63026 છે. આ હોસ્પિટલોમાં 73 સરકારી હોસ્પિટલો છે અને 1130 પ્રાઇવેટ છે. રાજ્યમાં સરકારી કરતાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા 15 ગણી છે એટલે કે પ્રાઇવેટ બેડની સંખ્યા ઘણી વધારે છે. કોરોના જ્યારે પીક પર હોય છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દર્દીઓને બેડ મળતાં નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS