કોરોનાના દર્દીઓ રામભરોસે: ભાજપના કોર્પોરેટરો ગૂમ

  • April 13, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના દર્દીઓ અને તેના પરિવારજનોની વ્હારે આવવાના બદલે નેતા-નેતીઓ ગૂમ થઈ ગયા: કોઈને ઓક્સિજનના બાટલા જોઈએ છે તો કોઈને રેમડેસિવિર જોઈએ છે: દવાખાનામાં બેડ ઉપલબ્ધ નથી, મોત થાય તો સ્મશાનમાં પણ વેઈટિંગ છે: બ તો મળતા નથી, ફોન પણ ઉપાડતા નથી: ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો ઠીક, સંગઠનના હોદ્દેદારો પણ નિષ્ક્રિય

 

 

રાજકોટ શહેરમાં કોરોના બેફામ બન્યો છે ત્યારે ભાજપના કોર્પોરેટરો અને આગેવાનો જાણે ગૂમ થઈ ગયા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના દર્દીઓ કે તેના પરિવારજનોની વ્હારે આવવાના બદલે ભાજપના કોર્પોરેટરો અને નેતા-નેતીઓ ઘરમાં પુરાઈ ગયા હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે. તાજેતરમાં જ ગયેલી ચૂંટણીમાં ખોબલે-ખોબલે મત આપી ભાજપ્ને જંગી બહમતીથી જીતાડનાર શહેરીજનો હવે એવું ઈચ્છી રહ્યા છે કે કોરોનાના આ કાળમાં ભાજપના કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરો તેમની વ્હારે આવે.

 


રાજકોટ શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ અને તેમના સ્વજનો સધિયારો શોધી રહ્યા છે. કોઈ હોસ્પિટલમાં દાખલ છે અને તેમને ઓક્સિજનની , કોઈને રેમડેસિવીર ઈન્જેકશનની જરૂર છે તો કોઈને મળવાપાત્ર દવાનો જથ્થો ખલાસ થઈ ગયો છે. આ તમામ બાબતો માટે નેતાઓ મદદે આવે તેવી અપેક્ષા શહેરીજનો રાખી રહ્યા છે. શહેરમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે પણ દર્દીઓના પરિવારજનોએ કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે તેમાં પણ કોર્પોરેટરો કે નેતાઓ કયાંય મદદપ થતા નથી. 42 ડિગ્રી તાપમાં ધોમધખતા તડકે કલાક સુધી લાઈનમાં ઉભા રહીને નાગરિકો સ્વૈચ્છાએ ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે. મહિલાઓએ પણ પુરુષો સાથેની જ લાઈનમાં ઉભા રહીને ટેસ્ટ કરાવવો પડે છે. તંત્રવાહકો જાહેર ટેસ્ટ બૂથ વધારે અને મહિલાઓ માટે અલાયદા બૂથ શરૂ કરે તેવી પણ પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે.

 


કોરોનાના દર્દીઓ અને તેમના સ્નેહીજનો એવી વ્યથા વ્યકત કરી રહ્યા છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં જે રીતે હોમ કવોરન્ટાઈન લોકો માટે ક્ધટ્રોલમ શ કરવામા આવ્યો હતો અને ત્યાંથી સેવાઓ અને માર્ગદર્શન મળતું હતું તેવું બીજી લહેરમાં જોવા મળતું નથી. કોરોનાના દર્દીઓ મૃત્યુ પામે ત્યારબાદ 10થી 12 કલાકે તેમના સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવે છે અને મૃતદેહ લઈને સ્મશાને જાય ત્યાં આગળ પણ કલાકો પછી વારો આવે છે. આ પરિસ્થિતિ નિવારવા માટે કોર્પોરેટરોએ આગળ આવવું જોઈએ. કમસેકમ માનવીના મોતનો મલાજો જળવાય તેટલી માનવતા રાજકીય લોકો દાખવે તે સમયની માગ છે.

 


ભાજપના જ અમુક આગેવાનો અને કાર્યકરો એવી ફરિયાદ કરી રહ્યા છે કે, જ્યારે તેઓ કે તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાય અને નેતાઓનો સંપર્ક કરવા પ્રયાસ કરે છે ત્યારે કોર્પોરેટરો કે નેતાઓના ફોન ઉપડતા નથી. ચૂંટાયેલી પાંખ હોય કે સંગઠન પાંખ હોય કોઈ મદદે આવતું નથી. જો આગેવાનો અને કાર્યકરોની પણ આવી હાલત થતી હોય તો સામાન્ય શહેરીજનોની શું સ્થિતિ હશે તેવી કલ્પ્ના જ કરવાની રહે. કોઈ ઓળખાણ, કોઈ ભલામણ કે અન્ય કશું જ કામ લાગતું નથી અને કોરોનાના દર્દીઓ અને તેમના સ્વજનો રામભરોસે મુકાઈ જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS