કોરોનાની સ્થિતિ વધારે વકરતા મુખ્યમંત્રી રૂપાણી કલેક્ટરો સાથે કરશે કોન્ફરન્સ

  • April 22, 2021 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં કોરોના ની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે કોરોના અંગે વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન વિડીયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવ્યું છે.

 

 


જેમાં હાલની પરિસ્થિતિએ હોસ્પિટલ ના બેડની સુવિધા ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની સમીક્ષાઓ કરવામા આવશે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવાનું વહીવટીતંત્ર ખડુ કરવાનો છે.

 

 


કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે.રાજ્યમાં કાલે વિક્રમજનક 12,553 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 4,802 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખરાબ થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં વિક્રમજનક 4906 કેસ નોંધાયાછે જે પૈકીના 4821 કેસ અમદાવાદ શહેરના છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. હાલમાં રાજ્યમાં કુલ 84,126 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 361 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 83,765 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 3,50,865 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 5740 દર્દીનાં મૃત્યુ થયા છે.  

 

 


  રાજ્યમાં કુલ 1,25,942 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં પ્રથમ ડોઝનું 90,90,538 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 16,22,998વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 54,548 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 64,510 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ થયું છે.  

 

 


 રાજ્યમાં કુલ 1,25,942 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં રાજ્યમાં પ્રથમ ડોઝનું 90,90,538 વ્યક્તિઓને અને બીજા ડોઝનું 16,22,998વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 54,548 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 64,510 વ્યક્તિને બીજા ડોઝનું રસીકરણ થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS