કોરોના પોઝિટિવ કન્યા વિદાયવેળાએ ચક્કર ખાઇને પડી ગઇ: મોત

  • March 05, 2021 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદાય પ્રસંગે કન્યા  દુનિયામાંથી ‘વિદાય’ લઈ લેતાં વર અને ક્ધયા એમ બન્ને પક્ષના લોકોને આઘાત: કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પણ દોડધામ મચી ગઈ

 

રાજ્યના વડોદરા શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે જેમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં વિદાયવેળાએ કન્યાનું મોત નીપજતા હરખનો પ્રસંગ શોકમાં ફેરવાયો છે. વિદાય વખતે ક્ધયાને ચક્કર આવતા તે ઢળી પડી હતી. પછી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ક્ધયાનું મોત નિપજ્યું હતું.

 


વધુ મળતી માહિતી મુજબ, વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા મહિલાના લગ્ન 44 વર્ષની ઉંમરે નક્કી થયા હતા. તારીખ 1 માર્ચે આ મહિલાના લગ્ન થયા હતા અને 3 દિવસ પછી આજે આ મહિલાની વિદાયવેળા હતી. ઘરમાં વિદાયવેળાએ આ ક્ધયાને ચક્કર આવતા પરિવારજનોએ 108 એમ્બુલન્સ બોલાવી હતી. ક્ધયાને સારવારઅર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી કે જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ક્ધયાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે કોરોના પોઝિટિવ હતી.

 


વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આ ઘટના બની છે કે જ્યાં લગ્ન બાદ આજે સવારે ક્ધયાની વિદાય રાખવામાં આવી હતી. આ દરમિયાન ક્ધયાને અચાનક ચક્કર આવ્યા હતા અને તે ઢળી પડી હતી. બાદમાં ક્ધયાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન આ મહિલાનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન ક્ધયાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 


અહીં નોંધનીય છે કે વિદાય પ્રસંગે ક્ધયાએ દુનિયામાંથી ’વિદાય’ લઈ લેતાં વર અને ક્ધયા એમ બંને પક્ષના લોકોને આઘાત લાગ્યો હતો. બીજી તરફ ક્ધયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પણ દોડધામ મચી ગઈ હતી. લગ્ન પ્રસંગમાં અનેક લોકો એકઠા થયા હોવાથી અન્ય લોકોને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો હોવાથી ક્ધયાના સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરવા માટે દોડાદોડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS