નવા 19 કેસ સાથે એક્ટીવ કેસની સંખ્યા 67 થઈ

  • March 11, 2021 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં 17 જ્યારે તાલુકા મથકોમાં 2 કેસ નોંધાયા



બુધવારે જિલ્લામાં ફરી ડબલ ફીગર આંકડા સાથે 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 6 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. એકટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને આંકડો 67 થયો છે. એક્ટીવ પેશન્ટની સંખ્યામાં સતત વધારો ચિંતાજનક છે અને સાવચેતી રાખવી જરી બની છે.

 


ભાવનગર જિલ્લામા બુધવારે 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,283 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 14 પુષ અને 3 સ્ત્રી મળી કુલ 17 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા પાલીતાણા ખાતે 1 તેમજ વલ્લભીપુર ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 4 કેસ અને તાલુકાઓમાં 2 કેસ મળી કુલ 6 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS