૫૫ દર્દી થયા કોરોનામુકત તો ૨૬ સંક્રમિત

  • June 04, 2021 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ૫૧૬ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ 

 

તંત્રએ ત્રીજા રાઉન્ડની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે બીજો તબક્કો હવે પુરો થવામાં હોવાનું જણાય છે. આંકડાઓ મુજબ ગુરૂવારે ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫૫ દર્દીઓ  કોરોનામુક્ત થયા છે. મૃત્યુ આંક ઘટીને હવે એક પર સ્થિર છે. ગુરૂવારે પણ ૧ દર્દીનું અવસાન થયું હતું.

 

 

ભાવનગર જિલ્લામા  ૨૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૫ પુરૂષ અને ૩ સ્ત્રી અને તાલુકાઓમાં ૧૧ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. કાલે જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. ભાવનગર મહારપાલિકા વિસ્તારમાં ૨૭ અને તાલુકાઓમાં ૨૮ કેસ મળી કુલ ૫૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૨૭૪ કેસ પૈકી હાલ ૫૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૮૮ દર્દીઓનું અવસાન થયેલ છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS