ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો : રાજકોટ અને સુરતમાં નોંધાયો કોરોના વાયરસનો પોઝિટિવ કેસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મક્કાથી આવેલા યુવાનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પહેલા ટેસ્ટમાં પરીણામ સ્પષ્ટ આવ્યું ન હતું તેના કારણે તેના સેમ્પલને પુણે મોકલાયા હતા. જે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ સુરતમાંથી પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ કોરોનાએ ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. આ કારણે રાજ્ય સરકાર પણ દોડતી થઈ છે. 

 

રાજકોટનો પોઝિટિવ કેસ 

10  દિવસ પૂર્વે ૨ાજકોટના જંગલેશ્વરમાંં ૨હેતો ૧૭ વ્યક્તિઓનો પિ૨વા૨ મકકા મદિના હજ પડવા માટે ગયો હતો જે પ૨ત આવતાં તેમાંથી એક વ્યક્તીને તબિયત બગડતાં તેને કો૨ોનાની શંકાએ સિવિલના આઈસોલેસન વોર્ડમાં સા૨વા૨ માટે દાખલ ક૨વામાં આવ્યાં હતાં અને તેનો સેમ્પલ જામનગ૨ લેબમાં મોકલવામાં આવ્યાં બાદ ત્યાંથી સ્પષ્ટ કા૨ણ સામે ન આવતાં સેમ્પલને પુણેની લેબ ખાતે મોકલવામાં આવ્યા છે.  આ યુવાન સાથે તેમના પિ૨વા૨ના ૧૭ લોકોને પણ ઈન્ફેકશન લાગ્યું હોવાની શંકાથી ગત૨ાત્રીના જંગલેશ્વરમાંંથી જિલ્લાના આ૨ોગ્ય વિભાગની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિ૨વા૨ના ૧૭ લોકોને સા૨વા૨ માટે લઈ જવામાંઆવ્યાં હતા અને તમામના લોહી-કફના સેમ્પલ લઈ લેબો૨ેટી૨માં મોકલવામાં આવ્યાં છે. આ તમામ લોકોને ૧૪ દિવસ સુધી અન્ડ૨ ઓબ્ઝ૨ર્વેશન હેઠળ ૨ાખવામાં આવશે.

 

સુરતનો પોઝિટિવ કેસ યુવતીનો

 

સુરતમાં એક યુવતીને કોરોના વાયરસનો કેસ પોઝિટિવ છે. આ યુવતીની અમેરિકાની છે અને યુવતી થોડા દિવસ પહેલાં જ લંડનથી આવી છે. હાલમાં તે કોરોના પોઝિટિવ છે. પરંતુ ક્રિટીકલ નથી. આરોગ્ય વિભાગ સતત તેના પર નજર રાખી રહ્યું છે. હાલમાં તે વેન્ટિલેટર પર પણ નથી સામાન્ય શ્વાસોશ્વાસ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS