વડોદરામાં નવજાત જુડવા શિશું કોરોના પોઝિટિવ : બાળકો માટે કોવિડ સેન્ટર શરૂ

  • April 15, 2021 04:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસની મહામારીને લઈને અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે બાળકોની ઇમ્યુનિટી સારી હોવાથી બાળકોમાં સંક્રમણ જોવા મળતું નથી. પરંતુ હવે રાજ્યભરમાં બાળકો પણ કોરોનાની ઝપટમાં સપડાઈ રહ્યા છે. વડોદરામાં કોરોનાવાયરસએ તારાજી સર્જી છે. ત્યારે બે નવજાત શિશુને પોતાનો શિકાર બનાવ્યો છે.

 

 

વડોદરામાં કોરોના સંક્રમિત આ બંને બાળકોની સારવાર સર સયાજીરાવ હોસ્પિટલમાં ચાલી રહી છે. કોરોના સંક્રમિત બાળકોના ઉપચાર માટે વડોદરામાં નવું કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં પીડીયાટ્રીક બોર્ડના હેડ ડોક્ટરે આપેલી માહિતી અનુસાર કોવિડ કેર સેન્ટરમાં કોરોના સંક્રમિત જુડવા બાળકો સાથે અન્ય બાળકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. હવે બાળકોની મુશ્કેલીઓ વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ પાંચથી વધુ કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવે છે. બાળકોને વિશેષ રીતે ટ્રીટ કરવા પડે છે કારણ કે તેની સાથે કોઈ મોટાને રાખી શકાતા નથી અને આ માટે બાળકો માટે અલગથી નવું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની ફરજ પડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS