કોરોના વકર્યો: રેસકોર્સ સહિતના 153 ગાર્ડન-ઝૂ બંધ કરવા વિચારણા

  • March 17, 2021 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે 80 કેસ મળ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 35 કેસ સહિત હાલ સુધીમાં કુલ કેસ 17101

 


અમદાવાદમાં કોરોના વકરતા શહેરના તમામ ગાર્ડન અને ઝૂ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી ફેલાવા લાગતા રેસકોર્સ સહિતના 153 ગાર્ડન અને ઝૂ બંધ કરવા માટે ગંભીર વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વિશેષમાં મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા કોવિડ બૂલેટિન અનુસાર શહેરમાં ગઈકાલે 2921 ટેસ્ટ કરતા 80 પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે આજે બપોર સુધીમાં વધુ 35 પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસ 17101 થયા છે. આજ સુધીમાં કુલ 16617 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને રિકવરી રેઈટ 97.36 ટકા રહ્યો છે. જ્યારે હાલ સુધીમાં કુલ 6,22,237 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ 2.74 ટકા રહ્યો છે.

 


સતત છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ વધી રહ્યા હોય આજથી રાજ્ય સરકારે મહાનગરોમાં કરફયૂનો સમય રાત્રીના 12ના બદલે રાત્રીના 10થી સવારે 6 સુધી અમલી કર્યો છે. દરમિયાન આજે બપોરે મહાપાલિકાના અધિકારીઓએ ફરી ચાની હોટેલો અને પાનની દુકાનો તેમજ જ્યાં આગળ ભીડ એકત્રીત થતી હોય તેવા સ્થળોએ ચેકિંગ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અનુરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS