ભીડ ભેગી કરતાં કાર્યક્રમોને લીધે દેશમાં ફરી કોરોના ફેલાયો

  • February 27, 2021 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેને કોરોનાની બીજી લહેર કરવામાં આવી રહી છે. કણર્ટિક અને તમિળનાડુના એક્સપર્ટસના જણાવ્યા મુજબ, અન્ય રાજ્યોમાં પણ આજે નહીં તો કાલે આવી સ્થિતિ આવશે જ. ’કોરોના વાયરસ, તેના વેરિયટન્સ અને વેક્સિનેશન’ પર ગુરુવારે ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક દ્વારા આયોજિત પેનલ ડિસ્કશનમાં એક્સપર્ટસે કહ્યું કે, (કોરોનાની) બીજી લહેર ’નિશ્ચિત છે’. દેશમાં મોટાભાગના રાજ્યોમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને કણર્ટિક તેમજ છત્તીસગઢમાં ભયંકર ગતિથી ફરી નવા કેસ વધી રહ્યા છે ત્યારે નિષ્ણાતોએ એમ કહ્યું છે કે, મ્યુટેશન કે અલગ સ્વપ્ને લીધે નહીં બલ્કે ભયંકર ભીડ એકત્ર કરતાં સમારંભો અને કાર્યક્રમોના પાપે દેશમાં ફરીવાર કોરોના વાયરસના કેસોમાં ભયંકર વધારો થઈ રહ્યો છે.

 


વાયરસ જ્યારે ફેલાય છે ત્યારે તેમાં પરિવર્તન તો આવે જ છે અને તેના નવા સ્વપ પણ આવે છે પરંતુ તેના લીધે વાયરસ આવી રીતે ફેલાતો નથી બલ્કે ભયંકર બિનજવાબદારી અને અનિયંત્રિત રીતે ભીડ એકત્ર કરવા તેમજ આવા મોટા કાર્યક્રમોમાં પબ્લિક ભેગી કરવાને લીધે જ વાયરસ હંમેશા ફેલાતો હોય છે.

 


શું ભારત બીજી લહેરનો સામનો કરી રહ્યું છે? તેના પર ચેન્નઈની એપોલો હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાંત ડો. વી રામાસુબ્રમણિયમે કહ્યું કે, યુકે અને યુએસ સહિતના દેશો કે જે ભારત કરતા કેસોની બાબતમાં ત્રણથી ચાર મહિના આગળ છે, તેમાં બીજી લહેર આવી હતી. તેમણે કહ્યું કે, ’ભારતમાં બીજી લહેર ન આવવાનું મને કોઈ કારણ જણાતું નથી. પરંતુ શક્યતા છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેની તીવ્રતા ઓછી હોઈ શકે છે, કેમકે ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે.’

 


નિમ્હાન્સના ડિપાર્ડમેન્ટ ઓફ ન્યુરોવાયરોલોજીના પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને કણર્ટિક કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. વી રવિએ કહ્યું કે, ભારત બીજી લહેરથી બચી નહીં શકે. તેમણે કહ્યું કે, ’મોટાભાગના લોકો એવું માની રહ્યા છીએ કે આપણે બધાથી અલગ છીએ, પરંતુ વાયરસ એક દિવસ તો દરેકને ઝપેટમાં લેશે જ.’ તેમણે કહ્યું કે, જ્યારે કેસોમાં મોટો ઉછાળો આવશે ત્યારે જ લોકો જવાબદારી પૂર્વક વર્તશે અને ટેસ્ટિંગની સંખ્યા પણ વધશે. તેમણે કહ્યું કે, ’એકવાર લહેર ધીમી પડે, એટલે લોકો નિશ્ચિંત બની જાય છે.’ ડો. રવિએ કહ્યું કે, ’કેરળ તેનું ઉદાહરણ છે. જ્યારે કેસો વધારે હતા ત્યારે ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ નહીં. કોઈપણ મહામારીની બીજી લહેર આવે જ છે.’

 


ડો. રામાસુબ્રમણિયમે જણાવ્યું કે, તમિળનાડુમાં જ્યારે કેસો વધી રહ્યા હતા ત્યારે દર્દીઓના આંકડા ઓછા બતાવવા માટે ઘણું દબાણ હતું. તેમણે કહ્યું કે, ’પરંતુ એક્સપર્ટસએ એવું ન કર્યું અને મોટાપ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ રાખ્યું. જોકે, કેરળે તેમ ન કર્યું.’

 


કણર્ટિકનું ઉદાહરણ આપતા ડો. રવિએ કહ્યું કે, ’રાજ્યએ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 10 લોકોના ટેસ્ટ કયર્િ હતા. તેના કારણે અને દિવસમાં 1.2 લાખ ટેસ્ટ કરી શક્યા હતા. હવે, તેની સંખ્યા ઘટીને દિવસના 75,000 ટેસ્ટ થઈ ગયા છે.’

 


તેમણે કહ્યું કે, ’રાજ્યના આરોગ્ય વિભાગે ટેકનિકલ એક્સપર્ટ કમિટીને ટેસ્ટ ઘટાડવા અંગે પૂછ્યું હતું, પરંતુ અમારો જવાબ ’ના’ હતો.’ ડો. રવિએ કહ્યું કે, ’જો અમે ઓછા ટેસ્ટ કરીશું તો કેસોમાં ઉછાળો આવશે. વાયરસને હરાવવા માટે ટેસ્ટિંગ શક્તિશાળી શસ્ત્ર છે. આપણે દરેક સંક્રમિત વ્યક્તિને શોધવો અને તેનો ટેસ્ટ કરવો જરૂરી છે, કેમકે તે વાયરસના ફેલાવાનો સૌથી મોટો સ્ત્રોત બની શકે છે.’


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS