આ બે ટેલિવિઝન સિરિયલના સેટ સુધી પહોંચ્યો કોરોના, શૂટિંગ કરાયા બંધ 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે.કોરોનાવાયરસ છે હવે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝને પણ પોતાની ચપેટમાં લઈ લીધી છે. શૂટિંગમાં જોડાયેલા લોકો પણ કોરોના વાયરસનો શિકાર બની રહ્યા છે. આ જ કારણથી આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહેલી બે સિરિયલોના શૂટિંગ રોકી દેવામાં આવ્યા છે. કોરોના સંક્રમણની જાણકારી મળ્યા બાદ બંને સીરિયલના તમામ કલાકારો અને ટેકનિશિયનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.

 

આ જાણકારી પ્રમાણે  મેરે સાઈ સીરીયલના શૂટિંગ દરમિયાન કોરોનાવાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારે એક કર્મચારી અસ્વસ્થ હોવાની જાણકારી મળ્યા બાદ નિર્માતા નિતીન વૈદ્યએ ફોન કર્યો અને કર્મચારીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો પડયો હતો જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં ભૂકંપ આવ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. ત્યારબાદ ૩ જુલાઈએ સંબંધિત કોરોના સંક્રમિત વ્યક્તિ એ સેટ પર આવવાનું બંધ કરી દીધું હતું ત્યારથી આ સીરિયલનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું અને આ શોના તમામ કલાકારો અને ટેકનિશિયન હાલ  કવોરેંટાઈમ છે.

 

આ ઉપરાંત નિર્માતાએ જ્યારે કોરોના ટેસ્ટ કરાવ્યો છે ત્યારે જે લોકોના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમની સાથે સીરિયલના શૂટિંગ મંગળવારથી શરૂ થવા જઈ રહ્યા છે. પરંતુ અન્ય એક જાણકારી મુજબ ટેલિવિઝન ધારાવાહીક મહાનાયક ડોક્ટર બી.આર.આંબેડકર સીરીયલના એક પ્રમુખ કલાકારનો  કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

 

હવે આ સીરિયલના સેટ પર પણ સૂચના આપ્યા બાદ અફરાતફરી મચી ગઈ છે, આ શોના શુટીંગ પણ છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે. અને આ શોના નિર્માતાઓએ સંબંધિત કલાકારોને કવોરેનટાઈમ રહેવા માટે જણાવ્યું છે તેમ જ તમામ કલાકારો ના કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS