રાજકોટમાં કોરોનાનું રાજ: બપોર સુધીમાં 200 કેસ

  • April 09, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં હવે કોરોનાનું રાજ હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં જ 200 પોઝિટિવ કેસ મળતા મહાનગરપાલિકા તંત્ર ઉંધા માથે થઈ ગયું છે. હવે પરિવારમાં એક-બે કેસ મળતા નથી પરંતુ પુરેપુરા પરિવારો સંક્રમિત થવા લાગ્યા છે. ગઈકાલે 8052 એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 395 પોઝિટિવ મળ્યા હતા. ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવતા એન્ટિજન ટેસ્ટની કિટનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે તાત્કાલીક અસરથી વધારાની એન્ટિજન કિટનો જથ્થો રાતોરાત મગાવી લેતા આજે સવારથી ફરી રાબેતા મુજબ ટેસ્ટિંગ થયું હતું. આજે બપોરની સ્થિતિએ કોરોનાના કેસની કુલ સંખ્યા 21000ને પાર પહોંચી ગઈ છે.

 


વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાના 200 કેસ નોંધાતા હાલ સુધીમાં કુલ કેસની સંખ્યા 21202 થઈ છે. આજ સુધીમાં 18966 દર્દીઓ સારવાર લીધા બાદ સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે અને રિકવરી રેઈટ 90.30 ટકા રહ્યો છે. જ્યારે હાલ સુધીમાં કુલ 7,27,818 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 21202 પોઝિટિવિટી રેઈટ 2.88 ટકા રહ્યો છે. મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોના ટેસ્ટ માટે નાગરિકો ઉમટી પડતાં આજે વધુ પાંચ સ્થળોએ જાહેર ટેસ્ટ બૂથ શ કરવા સૂચના આપી છે જેમાં રામાપીર ચોકડી, મવડી ચોકડી, યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક તેમજ શહેરના સામાકાંઠા વિસ્તારમાં બે સહિત કુલ પાંચ સ્થળોએ જાહેર ટેસ્ટ બૂથ શ કરવામાં આવનાર છે. હાલમાં કેકેવી ચોક અને રૈયા ચોકડી સહિત ત્રણ સ્થળોએ ટેસ્ટિંગ શ છે. આ ઉપરાંત વધારાના 50 ધનવંતરી રથ દોડાવવાનું આજથી શ કરાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS