કોરોનાની બીજી લહેર થઈ રહી છે તીવ્ર, યુવાનો કોરોનાના લઈ રહ્યા છે હળવાશથી, એઈમ્સના ડિરેક્ટરનો ખુલાસો

  • October 30, 2020 09:00 PM 483 views

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જોતા કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા જોરશોરથી થઈ રહી હતી. આ મામલે એઇમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે હાલ બીજી લહેર જ ચાલી રહી છે પરંતુ ચિંતાની વાત એ છે કે તે ફરી તીવ્ર બની છે. તેમણે લોકોએ દાખવેલી બેદરકારીની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકો સામાજિક અંતરના નિયમનું પાલન કરતાં નથી અને માસ્ક પણ પહેરતા નથી તેથી હવે કેસ વધવા લાગ્યા છે. 
 
ડો.ગુલેરિયાએ ખરાબ હવામાન અને પ્રદૂષણને પણ આ માટે જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે પ્રદૂષણના કારણે વાયરસ લાંબા સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને ફેફસાંને અસર કરે છે. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ હજુ પૂરો થયો નથી. યુરોપ અને અન્ય દેશોનું ઉદાહરણ આપતા ડો.ગુલેરિયાએ કહ્યું કે માસ્ક પહેરવું જ જોઇએ. આ સિવાય અનિવાર્ય સંજોગો ન હોય તો બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ. જો આ વાતનું ધ્યાન રાખવામાં નહીં આવે તો દિલ્હી સહિત દેશભરમાં આગામી દિવસોમાં કેસ વધી શકે છે. 

એઇમ્સના ડિરેક્ટરએ વધુમાં કહ્યું હતું કે યુવાનો વાયરસ પ્રત્યે બેદરકાર છે. તેઓ માને છે કે હવે ચેપ લાગશે નહીં અને એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી. આ માન્યતા ખોટી અને જોખમી છે.  બહાર જઈને આવતાં યુવાનો વાયરસને ઘરે લઈ જાય છે અને ઘરના વૃદ્ધોને અસર થાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application