કોરોનાએ દેશને હચમચાવી નાખ્યો, રોજિંદા કેસમાં તમામ રેકોર્ડ ધ્વસ્ત, મૃત્યુઆંક પણ વધ્યો

  • April 26, 2021 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લાં 24 કલાકમાં 3.52 લાખ નવા દર્દી નોંધાયા જયારે 2812 લોકોએ જીવ ગુમાવ્યા

 ભારતમાં કોરોના વાયરસ નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. નવા કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભારતમાં આજે જે દૈનિક કેસ નોંધાયા તેણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.52 લાખથી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 2812 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

 

 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,52,991 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,73,13,163 થઈ છે. જ્યારે એક જ દિવસમાં 2,19,272 લોકો રિકવર થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,43,04,382 લોકો રિકવર થયા છે. હજુ પણ દેશમાં 28,13,658 દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2812 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,95,123 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ 14,19,11,223 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.

 

 


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સુનામીથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઉદ્ધવ સરકાર દ્વારા એક મે સુધી લાગૂ કરવામાં આવેલ ’બ્રેક ધ ચેન’ છતાં દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે મૃતકોની આંકડો 800ને પાર પહોંચી ગયો છે. પરંતુ આ વચ્ચે મુંબઈમાં કોવિડના નવા કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આ ઘટાડો એટલો મોટો પણ નથી કે તેને રાહત માનવામાં આવે.

 

 


રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 61450 લોકો સાજા થયા છે. તો મૃત્યુ પામનારની સંખ્યા 832 રહી છે. દરરોજ રાજ્યમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે સરકારની ચિંતા પણ વધી રહી છે. નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસ 6,98,354 થયા છે. અત્યાર સુધી 35,30,060 લોકો સાજા થયા છે. મૃત્યુઆંક વધીને 64,760 થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS