કાલે હોળી, સોમવારે ધૂળેટી: કોરોનાએ રંગોત્સવની રોનક છીનવી

  • March 27, 2021 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે હોળી પ્રાગટય અને સોમવારે રંગોનો તહેવાર ધૂળેટી છે. પણ આ વર્ષે બન્ને તહેવારોની ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આથી સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડની ગાઈડલાઈન મુજબ તહેવારો ઉજવવાનાં રહેશે જયારે રંગોનું પર્વ તો પ્રથમવાર રંગવિહીન બનશે.

 


સોમવારે હોળાષ્ટકની પૂણર્હિતિ થશે. ભકત પ્રહલાદને મારવા માટેની તૈયારી હોળીની તૈયારી હોળીના આઠ દિવસ અગાઉ કરવામાં આવેલી આથી હોળાષ્ટક આવે છે. આ વર્ષે ફાગણ સુદ પૂનમને રવિવાર તા.28ના દિવસે અમૃત સિધ્ધિ યોગમાં હોલીકા થશે આ દિવસે સાંજે 5.36થી 6.42 સુધી અમૃત સિધ્ધિ યોગ છે. અને રવિવારે રાત્રે 12.18 કલાકે હોળાષ્ટક પુરા થશે. અમૃત સિધ્ધિ યોગ હોવાના કારણે આ વર્ષે હોળીનું મહત્વ વધી જશે. ખાસ કરીને હોળીના તાપમા શરીરની બધી જ બિમારીઓ નાશ પામે છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. હોળરના દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવું. ભાવિકો પૂજા અર્ચન કરે છે.

 


હોળીના દિવસે હનુમાન ચાલીસાના અને સુંદરકાંડના પાઠ કરવા હનુમાનજીની પૂજા કરવી તથા ભૈરવદાદાની પૂજા કરવાથી આખુ વર્ષ શાંતિથી પસાર થશે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે કાલરાત્રી એટલે કાળી ચૌદશ, મહારાત્રી એટલે મહા શિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટમી અને દાણ રાત્રી એટલે હોળીની રાત આમ હોળીની રાત્રીના અને દિવસના પૂજા ઉપાસના બહ ફળદાઈ બને છે. હોળીની રાત વર્ષની ચાર મુખ્ય રાતમાં ગણાય છે. રાત્રે હોળી પ્રગટે એટલે હોળીનું પૂજન કરવું.

 


ભારતીય મુખ્ય પરંપરા પ્રમાણે હોળીની ઝાળ જે દિશામાં જાય તે પ્રમાણે વરસાદ આવે છે અને વરસાદની આગાહી કરવામાં આવે છે. હોળીની ઝાળ ઈશાન ખુણામાં હોય સાધારણ વરસાદ, અગ્નિ ખુણામાં દુષ્કાળનો ભય, વ્યય ખુણામાં સારો વરસાદ થાય, નેઋત્યમાં સાધારણ વરસાદ, પશ્ર્ચિમ દિશામાં સારો વરસાદ, દક્ષિણ દિશામાં પવન જાય તો પાક નાશ પામે, પૂર્વ દિશામાં પવન જાય તો કયાંક વરસાદ પડે અને કયાંક નો પડે, ઉત્તર દિશામાં સારો વરસાદ ઉપર પવન જાય તો પ્રજા દુખી થાય આમ હોળીની ઝાળ પ્રમાણે વર્ષનો વરતારો થાય છે.

 

આ વર્ષ હોળી અમૃત સિધ્ધિ યોગમાં સોમવારે ધૂળેટી
ફાગણ શુદ પુનમને રવિવાર તા.28ના દિવસે હોળી છે અને સાંજના 5.36થી અમૃત સિધ્ધિ યોગ છે આથી આ વર્ષે હોળીનો દિવસ શુભ અને ઉત્તમ રહેશે. હોળી પ્રાગટયનો શુભ સમય રાત્રે 7 વાગ્યાથી રાત્રે 9.56 સુધી છે. હોળીના દિવસે ઉપવાસ અથવા એકટાણું રહેવું તથા સાંજના સમયે હોળી પ્રગટે હોળીમાં અબીલ, ગુલાલ, કંકુ, છાંટવા સાથે ખજુર, ધાણી છાંટી સક્ષય ધર્મ સિંધુ ગ્રંથ પ્રમાણે હોળીને 4 પ્રદક્ષિણશ ફરવી અને સારા આરોગ્યની પ્રાર્થના કરવી તેમ શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS