કોરોનાનો પ્રહાર, દેશમાં ફરી બેરોજગારી 10 ટકા સુધી પહોંચી

  • April 17, 2021 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરી બેરોજગારીનો દર ચિંતા જનક બનતો જાય છે: આગામી સમય વધુ પડકારજનક

 



દેશમાં કોરોનાવાયરસ મહામારીએ ભયંકર પરિસ્થિતિનું નિમર્ણિ કર્યું છે અને અર્થતંત્ર માટે પણ હવે ફરીથી પડકારજનક દિવસો શરૂ થઈ રહ્યા છે અને બેરોજગારી દેશમાં ફરીથી ઉંચી સપાટી તરફ આગળ વધી રહી છે અને તમામ રાજ્યો માટે ચિંતાનો વિષય છે.

 


છેલ્લા અહેવાલ મુજબ દેશમાં શહેરી બેરોજગારીનો દર ફરી દસ ટકા સુધી પહોંચી ગયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેરોજગારીનું પ્રમાણ ઊંચે જઈ રહ્યું છે. કોરોનાવાયરસ મહામારી એ બીજી લહેર માં વધુ ઘાતકી હુમલો કર્યો છે ત્યારે અનેક રાજ્યોમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ધંધા-રોજગાર ફરીથી ભાંગી રહ્યા છે.

 


એ જ રીતે દેશમાં નોકરીઓની બાબતમાં પણ ચિંતાજનક દિવસો શરૂ થયા છે અને કેટલાક લોકોની નોકરીઓ ફરીથી ખતરામાં મુકાઈ ગઈ છે અથવા તો ઘણા બધા ની નોકરી ચાલી ગઈ છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી ના આંકડા બતાવે છે કે 11મી એપ્રિલે સમાપ્ત થતા સપ્તાહમાં શહેરી બેરોજગારીનો દર 10 ટકા ની નજીક પહોંચી ચૂક્યો છે.

 


અહેવાલમાં જણાવ્યા મુજબ આર્થિક સુધારાની રફતાર ફરીથી ધીમી પડી ગઈ છે. તે જ રીતે રાષ્ટ્રીય બેરોજગારી વધીને 8.58 ટકા પણ પહોંચી ગઈ છે જે 28 માર્ચના પૂરા થતાં સપ્તાહમાં 6.65 ટકા હતી. એ જ રીતે ગ્રામીણ બેરોજગારી દર 6.18 ટકાથી વધીને 8 ટકા પર પહોંચી ગઇ છે.

 


સાથોસાથ એવી ચિંતા જનક આગાહી પણ કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાંથી પરપ્રાંતિય મજૂરો એ હજારોની સંખ્યામાં પલાયન શરૂ કર્યું છે અને તેના કારણે સ્થિતિ વધુ બગડવા નો ખતરો છે. દેશમાં ઉત્પાદન ની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે અને જો મજૂરોનો પ્રવાહ આ રીતે જ પોતાના વતન તરફ યથાવત રહેશે તો ઉત્પાદનમાં હજુ પણ મોટો ઘટાડો થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS