ચાલુ માસે જ આવશે કોરોનાની ત્રીજી લહેરનો કહેર, ઓક્ટોબરમાં પહોંચશે પીક પરઃ નિષ્ણાતોએ આપી ચેતવણી

  • August 02, 2021 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ ખતમ થયો નથી અને હવે નિષ્ણાંતોએ ત્રીજી લહેરની ચેતવણી જારી કરી દીધી છે. નિષ્ણાંતોએ કહ્યું કે, ચાલુ ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેમાં દરરોજ એક લાખ નવા કેસ જોવા મળી શકે છે. સાથે તેમણે કહ્યું કે, ખરાબ સ્થિતિમાં કેસ દોઢ લાખ સુધી પહોંચી શકે છે. નિષ્ણાંતો પ્રમાણે ઓગસ્ટ મહિનામાં શરૂ થનારી ત્રીજી લહેર ઓક્ટોબરમાં પોતાના પીક પર જઈ શકે છે. બીજી લહેરમાં લાચાર સ્વાસ્થ્ય વ્યવસ્થાની તસવીર ડરાવી રહી હતી પરંતુ જો ત્રીજી લહેરમાં પણ આવી તબાહી જોવા મળી તો દેશ માટે સ્થિતિ મુશ્કેલ બની શકે છે.

 

હૈદરાબાદ અને કાનપુર IIT માં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં શોધકર્તાઓનો હવાલો આપતા બ્લૂમબર્ગે જણાવ્યું કે, કોરોનાના કેસમાં થઈ રહેલી વૃદ્ધિ ત્રીજી લહેરને આગળ વધારશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં તે પિક પર પહોંચી શકે છે. નિષ્ણાંતોએ કહ્યું કે કેરલ અને મહારાષ્ટ્રમાં જે રીતે કેસ સામે આવી રહ્યાં છે તેનાથી સ્થિતિ ખરાબ થઈ શકે છે.

 

પરંતુ કોરોનાની ત્રીજી લહેર, બીજી લહેર જેટલી ખતરનાક હશે નહીં, જ્યારે દેશમાં દરરોજ 4 લાખ કેસ સામે આવી રહ્યાં હતા. આ વર્ષે કોરોનાની સ્થિતિ વિશે અનુમાન લગાવનાર નિષ્ણાંતોનું અનુમાન એક ગણિતીય મોડલ પર આધારિત હતું. મેમાં આઈઆઈટી હૈદરાબાદના એક પ્રોફેસર, વિદ્યાસાગરનું કહેવુ હતુ કે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ આવનારા દિવસોમાં ગણિતીય મોડલના આધાર પર પીક પર હોઈ શકે છે.

 

ભારતમાં રવિવારે કોરોનાના 41831 નવા કેસ સામે આવ્યા અને 541 લોકોના મૃત્યુ થયા હતા. કેન્દ્ર સરકારે કેરલ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના 10 લાજ્યોને ચેતવણી આપી છે કે વધતા સંક્રમણ વચ્ચે અને કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે પગલા ભરવા જોઈએ.

 

નિષ્ણાંતોએ તેવણી આપી છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ચિકનપોક્સની જેમ સરળતાથી ફેલાય શકે છે અને વેક્સીન લેનારામાં પણ ફેલાય શકે છે. ઈન્ડિયન Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ ના આંકડા અનુસાર મે, જૂન અને જુલાઈમાં દરરોજ 10 કોવિડ કેસમાંથી લગભગ 8 કોરોના વાયરસના મોટાભાગના સંક્રામક ડેલ્ટા સંસ્કરણને કારણે થતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS