કોરોનાનું કાળચક્ર: પાંચ રાજ્યોની હાલત ખરાબ

  • March 23, 2021 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો 40,000ને પાર પહોંચ્યો છે. રોજના નવા કેસની સંખ્યામાં વધારો થતા ભારત દુનિયામાં ત્રીજા નંબરનો દેશ બન્યો છે જ્યાં સૌથી વધારે રોજના નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાનમાં દેશના પાંચ રાજ્યોમાં હાલત સૌથી વધુ ખરાબ દેખાઇ રહી છે. જ્યાં 80.5 ટકા જેટલા નવા કેસ બહાર આવ્યા છે. આ પાંચ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કણર્ટિક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

 


ડબલ્યુએચઓ દ્વારા એકઠા કરતા આંકડા પ્રમાણે બ્રાઝિલ અને અમેરિકા પછી ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે કે જ્યાં રોજના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ડબલ્યુએચઓના ડેટા દશર્વિે છે કે 22 માર્ચના રોજ બ્રાઝિલમાં 79,069 નવા કેસ નોંધાયા હતા, જે એ દિવસે દુનિયામાં સૌથી વધુ નોંધાયેલા કેસ હતા, જ્યારે અમેરિકામાં એ તારીખે 60,228 કેસ નોંધાયા હતા અને ભારતમાં 46,951 કેસ નોંધાયા હતા. ભારતમાં નવા કેસમાં મોટો ઉછાળો નોંધાયા બાદ 19 માર્ચથી દુનિયામાં ત્રીજા નંબરનો કેસ બન્યો છે જ્યાં 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, આ પછી ભારતમાં કેસ વધી રહ્યા છે અને હજુ દુનિયામાં ત્રીજા સ્થાને જ છે.

 


ભારતમાં સોમવારે નવા 40,622 કેસ નોંધાયા છે, જોકે, આ દરમિયાન આસામનો આંકડો મોડી રાત સુધી નહોતો આવ્યો. રાજ્યો પ્રમાણેના ડેટાનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે દેશમાં માત્ર કેટલાક જ રાજ્યો છે જ્યાં કોરોનાના નવા કેસમાં ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે વિકએન્ડ્સમાં સ્ટાફની અછત અને ટેસ્ટિંગ ઓછા થવાના કારણે નવા કેસનો આંકડો નીચો રહેતો હોય છે, પરંતુ નવ રાજ્યો એવા છે કે જ્યાં જાન્યુઆરી કે તે પહેલાના નવા કેસનો રેકોર્ડ 22મી માર્ચેના દિવસે તોડ્યો છે.

 


ગુજરાતમાં સોમવારે 1,640 કેસ નોંધાયા છે, અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ જ રીતે સોમવારે કેટલાક રાજ્યોમાં મોટો ઉછાળો નોંધાયો છે જેમાં છત્તીસગઢ (1,525), મધ્યપ્રદેશ (1,348), દિલ્હી (888) અને હિમાચલ પ્રદેશ (200)નો સમાવેશ થાય છે. તામિલનાડુમાં પણ 1,385 નવા કેસ સોમવારે નોંધાયા છે, જે ડિસેમ્બર 14 પછીનો સૌથી મોટો આંકડો છે. રાજસ્થાનમાં 602 કેસ નોંધાયા છે, જે 1 જાન્યુઆરી પછીનો  સૌથી મોટો આંકડો રહ્યો છે. આ જ રીતે ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં 10 જાન્યુઆરી અને 24 જાન્યુઆરી પછીના સૌથી વધુ કેસ નોંધાયા છે.

 


તો આ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ માથું ઉચકી રહ્યા છે, નવા કેસની સંખ્યા વધવાની સાથે ભૂતકાળમાં નોંધાયેલા કેસનો રેકોડ્ર્સ તૂટી રહ્યા છે. રવિવારે દેશમાં મૃત્યુઆંક 200ને પાર થઈ ગયા હતા.

 


ભારતમાં કોરોના વાયરસના 20 લાખ કેસ 7 ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખ પર પહોંચી ગયા હતા. આ પછી 60 લાખ પહોંચતા 28 સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો 1 કરોડને પાર થઈ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021