રાજકોટની ૨૪ ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બંધ: દર્દીઓ મળતા નથી

  • June 10, 2021 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી વ્યવસ્થા તંત્રમાં પણ મોટાભાગના બેડ ખાલી: ત્રીજા વેવની તૈયારીમાં પડેલું તંત્ર

 


કોરોનાની બીજી લહેર વખતે હોસ્પિટલમાં બેડ મેળવવાની વાતને સૌભાગ્ય ગણવામાં આવતું હતું પરંતુ હવે બીજી લહેર સાવ ટાઢી પડી ગઈ છે અને તેના લીધે રાજકોટ શહેર–જિલ્લાની ૨૪ ખાનગી હોસ્પિટલોમાં એક પણ દર્દી ન હોવાથી આ તમામ હોસ્પિટલોએ કોરોના દર્દીઓની સારવાર બધં કરી છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર સાથે મંજૂરી પણ લઈ લેવામાં આવી છે.

 


જે ખાનગી હોસ્પિટલોએ કોરોના દર્દીઓની સારવાર બધં કરી છે તેમાં ગિરીરાજ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ગુકુળ હોસ્પિટલ, ઓલમ્પસ હોસ્પિટલ, પ્લેકસસ કોવિડ કેર, કેસર જીવન, લાઈફલાઈન મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ડી.જી. ગેરૈયા હોસ્પિટલ, લાઈફ કેર હોસ્પિટલ, રામાણી જનરલ હોસ્પિટલ, માંડવરાય હોસ્પિટલ, વિધ્નહર્તા કોવિડ સેન્ટર, વિનાયક હોસ્પિટલ, આર.પી. બદીયાણી હોસ્પિટલ, સદગુ કોવિડ સેન્ટર, સ્વામિનારાયણ હોસ્પિટલ સહિતની હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ તમામ ૨૪ હોસ્પિટલમાં કુલ ૬૯૩ બેડ ઉપલબ્ધ હતા તે તમામ અત્યારે ખાલી છે.

 


સરકારી વ્યવસ્થાતંત્રમાં પણ મોટાભાગના બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ, કેન્સર હોસ્પિટલ સહિતના વ્યવસ્થા તંત્રમાં કુલ ૫૯૯૩ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પૈકી આજે ૫૪૩૪ બેડ ખાલી છે અને માત્ર ૫૫૯ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application