રાજ્યમાંં આજે નોંધાયા કોરોનાના નવા 675 કેસ : એક પણ મૃત્યુ નહીં થતા રાહત

  • March 10, 2021 08:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી રાજયમાં ફરીથી માથું ઉચું કરી રહી છે ત્યારે આજે 500 થી વધીને 675 કોરોનાના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 484 દર્દીઓ સ્વસ્થ થયા છે. જોકે સૌથી વધુ રાહતની વાત એ છે કે આજે કોરોનાના કારણે થયા હોય તેવા એક પણ મૃત્યુ નોંધાયા નથી. અત્યારસુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા હોય એવા કુલ 267250 દર્દીઓ છે.

 

 

રાજયમાં કોરોના વેક્સિનેશન અભિયાન પણ ગતિ પકડી રહ્યું છે અને કોવિડ 19ની બિમારી પણ મોટું સ્વરૂ\પ ધારણ કરી રહી છે. જોકે હવે રાહતની વાત એ છે કે લોકોના મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે અને રાજ્યમાં સ્વસ્થ થનાર વ્યક્તિઓનો દર 97.11 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 1713467 વ્યક્તિઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 419798 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે બોટાદ, ડાંગ, પોરબંદ અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અને એક પણ મૃત્યુ આજે કોરોનાના કારણે થયું નથી. હાલમાં કુલ 3529 એક્ટિવ કેસ છે. જેમાંથી 47 વેંટીલેટર ઉપર છે. 3482 સ્ટેબલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS