અમદાવાદ-સુરત-કચ્છ સહિતના જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિયનું પણ કોરોના વેકસીનેશન ઝડપથી હાથ ધરાશે

  • April 02, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંબંધિત જિલ્લા કલેકટરો-મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ  વ્યવસ્થાઓ કરવા સૂચના



ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતિય શ્રમિકો-લોકોને પણ ઝડપથી કોરોના-કોવિડ-19 વેકસીનેશનમાં આવરી લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે અને સંબંધિત જિલ્લા કલેકટરો-મ્યુનિસિપલ કમિશનરોને તાકીદે વેકસીનેશન વ્યવસ્થાઓ હાથ ધરવા આદેશ આપ્યા છે.
રાજ્યમાં કોવિડ-19ની સ્થિતી સંદર્ભે નિયમીત રૂપે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળતી કોર કમિટિની બેઠકમાં થયેલી ચચર્-િવિમર્શને અંતે રાજ્યમાં વસતા પરપ્રાંતિય નાગરિકો-લોકો જેમની ઉંમર 4પ વર્ષથી વધુ છે તેમને કોવિડ-19 કોરોના રસીકરણ ઝડપથી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરી છે.

 


અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય નાગરિકો-લોકોના સમાજના અગ્રણીઓને સાથે રાખીને ટેક્ષટાઇલ તેમજ ડાયમન્ડ એસોસિયેશનના પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને પરપ્રાંતિય લોકો-પરિવારોના રહેણાંક-વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને વેકસીનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.     
અમદાવાદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા પરપ્રાંતિય લોકો માટે વેકસીનેશનની સ્ટ્રેટેજી બનાવી આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્ર અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS