T20 લીગના ખેલાડીઓને અપાશે કોરોનાની રસી : BCCI

  • April 05, 2021 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં આઈપીએલના આયોજનને લઈને પ્રશ્ન ઊભા થયા છે. આ વચ્ચે બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે તમામ ખેલાડીઓનું રસીકરણ કરવામાં આવશે. આ અંગે તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાત કરી છે. ટી20 લીગની શરુઆત 9 એપ્રિલથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં પહેલો મેચ મુંબઈ ઈંડિયન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગલોર વચ્ચે થશે. 

 

 

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યાનુસાર કોરોનાના વધતાં કેસને જોતાં રસીકરણ જ એક માત્ર ઉપાય છે. કોઈ જાણતું નથી કે કોરોનાનો અંત ક્યારે આવશે. તેની કોઈ સમય મર્યાદા નથી. તેવામાં ખેલાડીઓની સુરક્ષા માટે જરૂરી છે કે તેમને રસી આપવામાં આવશે. 

 

 

બેંગલુરુના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. દેવદત્ત ત્રીજો ખેલાડી છે જે કોરોના સંક્રમિત થયો હોય. આ પહેલા કેકેઆરના નીતીશ રાણા અને દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સિવાય ચેન્નઈ સુપરકિંગ્સની કંટેટ ટીમના આ સભ્ય પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ સિવાય વાનખેડે સ્ટેડિયમના 10 કર્મચારી અને બીસીસીઆઈ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા 6 સભ્ય પણ કોરોના સંક્રમિત થયા છે. એટલે કે અત્યાર સુધીમાં આઈપીએલથી જોડાયેલા 20 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS